[ad_1]
![]()
અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં જાન્યુઆરી
મહિનાના પ્રારંભથી હેલિકોપ્ટરથી જોય રાઇડ શરૃ કરવાની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.
૮ મિનિટની આ જોય રાઇડમાં સાબરમતી આશ્રમ, અડાલજની વાવ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતના
પ્રસિદ્ધ સ્થળોની ‘હવાઇ મુલાકાત’ કરી શકાશે.
પ્રાપ્ત વિગતો
અનુસાર આગામી મહિને વાયબ્રન્ટ સમિટના આયોજન પૂર્વે જોય રાઇડનો પ્રારંભ કરવાની તડામાર
તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા જોય રાઇડની ફાઇલ પર મંજૂરીની અંતિમ મહોર
લગાવાય તેની રાહ જોવાઇ રહી છે. જોય રાઇડ શનિવાર-રવિવાર એમ બે દિવસ ઉડાન ભરશે.જોય રાઇડ
માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના સ્પોર્ટ્સ એરેનામાં હેલિપેડ બનાવી દેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જોય રાઇડમાં ૮ મિનિટની સફર માટે રૃપિયા બે હજાર અને સાથે જીએસટીનો
ચાર્જ લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા
અનુસાર જોય રાઇડમાં કોસ્ટ રીક્વર માટે પ્રત્યેક દિવસે ઓછામાં ઓછા ૭૦ મુસાફર મળવા જરૃરી
છે. આ જોય રાઇડમાં ઉપયોગમાં લેવાનાર સિંગલ એન્જિન બેલ ૪૦૭ હેલિકોપ્ટરમાં એક કેપ્ટન,
એક એન્જીનીયર સહિત પાંચ મુસાફરો બેસી શકશે. ૮
મિનિટની જોય રાઇડમાં ૧૧ સ્થળની મુલાકાત કરાવાશે. જોકે, આ પ્રોજેક્ટ સફળ થાય
છે કે પછી સી પ્લેન જેમ ‘બાળ મરણ’ પામે છે તે મોટો સવાલ છે.
જોય રાઇડનો રૃટ
: સ્પોર્ટ્સ એરેના,
સાબરમતી રિવરફ્રન્ટ
: પતંગ હોટેલ
: સાબરમતી આશ્રમ
: સાબરમતી રેલવે
સ્ટેશન
: સાબરમતી જેલ
: નરેન્દ્ર મોદી
સ્ટેડિયમ
: અડાલજની વાવ
: ધ બેલ્વેડ્રે
ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ
: એસજીવીપી ઇન્ટરનેશનલ
સ્કૂલ
: દૂરદર્શન ટાવર
: ડ્રાઇવ ઈન સિનેમા
: સરદાર વલ્લભભાઇ
પટેલ સ્ટેડિયમ
[ad_2]
Source link






