દુમાડ પોલીસ ચોકી પાસે બાઇક સ્લિપ થઇ જતા યુવકનું મોત

On: December 12, 2021 9:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા,દુમાડ પોલીસ ચોકી પાસે બાઇક સ્લિપ થઇજતા ૨૦ વર્ષના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ    હતી.ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.તાલુકા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,શહેર નજીક આવેલા વિરોદ ગામે રહેતો ૨૦ વર્ષનો સુનિલ ચંદ્રકાંતભાઇ વાઘેલા ગઇકાલે દુમાડથી બાઇક લઇને વિરોદ ગામ આવતો હતો.તે  દરમિયાન દુમાડ પોલીસ ચોકી પાસે તેને બાઇક  પરનો કાબૂ ગુમાવતા માથા તથા છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હતી.અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઇ ગયા હતા.ઇજાગ્રસ્તના મોબાઇલ ફોનથી તેની ગર્લ ફ્રેન્ડને કોઇએ અકસ્માતની જાણ કરી હતી.જેથી,તેની ગર્લફ્રેન્ડ પિતા સાથે સ્થળ પર પહોંચી હતી.તે સમયે સુનિલ લોહીલુહાણ હાલતમાં હતો.તેને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.ગઇકાલે સાંજે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે,અકસ્માત પછી સ્થળ  પર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.પરંતુ,કોઇ તેને સારવાર માટે લઇ ગયું નહતું.જે સમયસર સારવાર મળી હોત તો યુવાનનો જીવ બચી જાત.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!