રાજકોટમાં નકલી ડીઝલ તરીકે વેચાતું 3800 લિ.જ્વલનશીલ રસાયણ ઝબ્બે

On: December 12, 2021 9:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાજકોટ, : એક્સાઈઝ ડયુટી, વેટના વધારાના પગલે કાયદેસરનું પેટ્રોલ-ડીઝલ  મોંઘુદાટ થઈ જતા અને આંશિક ઘટાડા પછી પણ તેના ભાવ ઉંચા છે ત્યારે ભેળસેળિયા તત્વો તેના જોખમી અને ગેરકાયદેસર વિકલ્પ તરીકે  નકલી ડીઝલ વેચવા લાગ્યા છે. આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કુવાડવા રોડ પર સાત હનુમાનજી મંદિર પાસેની શેરીમાં ‘શ્રી રામ ટ્રેડીંગ ‘માંથી 38000  લિટર નકલી ડીઝલ તરીકે વેચાતું જ્વલનશીલ રસાયણ ઝડપી પાડયું છે. 

 રૂ. 2,20,400 ની કિંમતના આ પદાર્થ સાથે મજુરી કામ કરતા બે શખ્સો હાર્દિક હરીભાઈ પરમાર રાજપૂત (ઉ. 26) અને ભૌતિક હરિભાઈ પરમાર (ઉ. 23 રહે.બન્ને દોઢસો ફૂટ રીંગરોડ, રાધે હોટલ પાસે, પ્રમુખનગર-3)ની ધરપકડ કરાઈ છે અને આ ક્યા પ્રકારનું કેમીકલ છે તથા ક્યાંથી  લાવ્યા છે, કઈ રીતે બનાવાયું છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે તેમ ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચના  પી.આઈ. વી.કે.ગઢવીએ જણાવ્યું હતું.  ગેરકાયદે બાયોડીઝલ  વેચતા શખ્સોને પકડી પાડવા પોલીસ કમિશનરના આદેશ અન્વયે ડી.સી.બી.ના સંજય ચાવડા, ઉમેશ ચાવડા અને હીરેન સોલંકીને બાતમી મળતા તેના આધારે પોલીસ ઉપરોક્ત સ્થળે ત્રાટકી હતી.  બજારમાં ડીઝલની કિંમત લિટરના રૂ.  95  હોય છે પરંતુ, આ નકલી ડીઝલ રૂ. 54ના લિટર લેખે વેચાતું હોવાનું પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!