[ad_1]

જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર
જામનગર શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ બર્ફીલો ઠંડો પવન ફુંકાયો હોવાથી શહેરીજનો તથા પશુ પક્ષીઓ ધ્રુજારી અનુભવી રહ્યા છે. વાતાવરણમાં ઠંડી ને લઈને ગઈકાલે મોડી સાંજથી જ કરફ્યુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આજે સવારે પણ પવન ની તીવ્રતા વધુ હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી હતી, અને લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. અથવા ગરમ વસ્ત્રો પહેર્યા પછી લોકો બહાર નીકળેલા જોવા મળ્યા હતા.
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાતિલ બર્ફીલો ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે જનજીવન પર અસર જોવા મળી છે.
છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો, અને વાદળ છાયું વાતાવરણ ખુલ્લુ થયા પછી ઠંડી પ્રવેશી ચૂકી છે. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રતિ કલાકના 40 કિમીની ઝડપે ફૂંકાયો હતો, જે આજે પણ પ્રતિ કલાકના 35 કિ.મી.ની ઝડપે ફુંકાઈ રહ્યો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા રહ્યું હતું જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30થી 35 કિ.મી.ની ઝડપે રહી હતી.
[ad_2]
Source link






