[ad_1]

વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર
શહેરી સેવા સેતુ કાર્યકેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ 57 યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહે તે હેતુ સાતમા તબક્કાનો શહેરી સેવા સેતુ કાર્યક્રમ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભ લીધો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 3 , 4 અને 12મા સાતમા તબક્કાનો શહેરી સેવા સેતુ કાર્યક્રમ માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 57 જેટલી યોજનાઓને લગતી સેવાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો.
[ad_2]
Source link






