વાઘોડિયાના કામરોલ ગામે વાહનની અડફેટે વૃદ્ધનું મોત

On: November 30, 2021 9:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 વડોદરા,કુદરતી હાજતે જવા નીકળેલા વૃદ્ધને વાહનચાલકે અડફેટે લેતા તેઓને કમરના ભાગે ઇજા થઇ હતી.ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

વાઘોડિયા તાલુકાના કામરોલ ગામે તેરા ફળિયામાં રહેતા રાજુ ચંદુભાઇ રાઠોડિયા હરિપુરા ગામે આવેલી ટ્રાન્સીલ કંપનીમાં નોકરી કરે છે.ગત તા.૨૯ મી ના રોજ તેમની નોકરી ફર્સ્ટ શિપમાં હતી.બપોરે ત્રણ વાગ્યે નોકરીથી છૂટીને તેઓ ઘરે આવ્યા હતા.સાંજે છ વાગ્યે તેમના પિતા કુદરતી હાજતે જવા નીકળ્યા હતા.તે દરમિયાન વાહન ચાલકે તેમને અડફેટે લેતા તેઓને  કમરના ભાગે ગંભીર ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું.જે અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!