Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

NH-56 ના ખાનપુર-કરવડ સેક્શન માટે ₹647.20 કરોડ મંજૂર, કોંક્રિટ રોડનું થશે નિર્માણ

On: February 24, 2026 4:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆતો રંગ લાવી, ધવલભાઈજે બોલે છે એ કરી ને બતાવે છે.

​વલસાડ અને ડાંગ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સતત પ્રયાસોને મોટી સફળતા મળી છે. દક્ષિણ ગુજરાતની પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિકારી ફેરફાર લાવતા નેશનલ હાઈવે-56 (NH-56) ના ખાનપુરથી કરવડ સેક્શનના અપગ્રેડેશન માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹647.20 કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.
​પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
​આ પ્રોજેક્ટ માત્ર રસ્તો જ નહીં, પણ દક્ષિણ ગુજરાતની આર્થિક ભાગ્યરેખા સાબિત થશે. તેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
​કુલ લંબાઈ: આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 45 કિમી લાંબા પટ્ટાનું નવીનીકરણ થશે.
​વસ્તી ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા 21.25 કિમીના ભાગને કોન્ક્રીટ નો કરાશે.
​રિજિડ પેવમેન્ટ (કોંક્રિટ રોડ): વલસાડ જિલ્લામાં પડતા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, રસ્તાની ટકાઉપણું જાળવવા માટે આખો રોડ કોંક્રિટ (Rigid Pavement) થી બનાવવામાં આવશે.
​નવા બ્રિજ: જુના જર્જરિત બ્રિજો ને તોડી કનેક્ટિવિટી સુધારવા માટે નવા પ્રોજેક્ટમાં 5 મોટા પુલ (Major Bridges) ના નિર્માણનો સમાવેશ થાય છે.

​સાંસદ શ્રી ધવલભાઈ પટેલની સક્રિયતા
​આ મંજૂરી પાછળ સાંસદ શ્રી ધવલભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને મહેનત રહેલી છે. તેમણે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજી સાથે અનેકવાર રૂબરૂ મુલાકાતો કરી અને લેખિત રજૂઆતો કરી હતી. એટલું જ નહીં, તેમણે મંત્રીશ્રીને આ સ્થળનું નિરીક્ષણ કરાવીને સ્થાનિકોની હાલાકી અને પ્રોજેક્ટની જરૂરિયાત સમજાવી હતી, જેના ફળસ્વરૂપે આજે આ કરોડોના ખર્ચે બનનારા પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે.
​વિકાસના નવા દ્વાર ખુલશે
​રોડ સેફ્ટી: આધુનિક ઈન્ટરસેક્શન અને સુરક્ષા સુવિધાઓને કારણે અકસ્માતોના પ્રમાણમાં મોટો ઘટાડો થશે.
​આર્થિક વેગ: ઝડપી વાહનવ્યવહારથી સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને રોજગારીની નવી તકો ઉભી થશે.
​સમયની બચત: દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અને શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને મુસાફરી સુખદ બનશે.
​”વલસાડ-ડાંગની જનતાની સુખાકારી અને આધુનિક કનેક્ટિવિટી એ મારી પ્રાથમિકતા છે. NH-56 ના આ પ્રોજેક્ટથી વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.” – શ્રી ધવલભાઈ પટેલ (સાંસદ, વલસાડ-ડાંગ)

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!