Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા આયોજિત સાત દિવસીય મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે 200 થી વધુ ભારતભરના અને વિદેશના નામાંકિત નિષ્ણાત ડોક્ટરો જોડાશે

On: December 28, 2023 3:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચ ગુણવત્તાની વ્યાપક તબીબી સારવાર વિના મુલ્યે ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા એક વિશાળ મફત સર્વરોગ નિદાન અને સારવાર કૅમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 1 – 7 જાન્યુઆરી 2024 સુધી સાત દિવસ સવારે 8:30 થી સાંજે 4 વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પમાં તમામ રોગોની સામાન્યથી લઈને સર્જીકલ એમ દરેક પ્રકારની ઉચ્ચ આધુનિક સારવાર તદ્દન મફત આપવામાં આવશે. આ મેગા મલ્ટિ સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ મુખ્યત્વે 2 વિભાગમાં યોજાશે. શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે સર્જીકલ કેમ્પ યોજાશે જેમાં 6 અદ્યતન ઓપેરશન થિયેટરમાં ઓપેરશન અને ઉચ્ચ સારવાર આપવામાં આવશે, અને હોસ્પિટલની બાજુમાં નિદાન અને સારવાર કેમ્પ એમ આયોજન કરવામાં આવેલ છે. આ મફત સર્વરોગ નિદાન અને સારવાર કૅમ્પમાં દેશ વિદેશના 200 થી વધુ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જોડાવાના છે, જેઓ પોતાના વર્ષોના અનુભવ અને જ્ઞાનનો લાભ આ ક્ષેત્રના લોકોને આપી સહાય કરશે. અહીં વ્યાપક મફત સારવાર સેવાઓ આપવામાં આવશે જેમ કે :જનરલ મેડિસીન,જનરલ સર્જરી,પ્રસુતિ અને સ્ત્રીરોગ ચિકિત્સા,બાળરોગ ચિકિત્સા,બાળકોના ઓપેરશન,હૃદયરોગ ચિકિત્સા,કેન્સર ચિકિત્સા,કાન, નાક અને ગળાની ચિકિત્સા,ચામડીના રોગોની ચિકિત્સા,પ્રોસ્ટેટ ચિકિત્સા,હાડકાના રોગની ચિકિત્સા,નેત્રરોગ ચિકિત્સા (મફત ચશ્મા આપવામાં આવશે ),આંતરડાની ચિકિત્સા

કિડની ચિકિત્સા,ફેફસાંની ચિકિત્સા

માનસિક રોગની ચિકિત્સા,દાંતના રોગની ચિકિત્સા,મગજની બીમારીની ચિકિત્સા (ન્યુરોલોજી),રેડિઓલોજી (સી.ટી.સ્કેન વગેરે ),પેથોલોજી (લેબ ટેસ્ટ ),ફાર્મસી (તમામ પ્રકારની દવાઓ),ફિઝિયોથેરાપી (કસરત),પોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિ

લોહીની તપાસ (એનિમિયા ),પ્લાસ્ટિક સર્જરી (વાંકા ટૂંકા કે દાઝેલા હાથ પગ, ફાટેલા હોઠ અને તાળવા માટે),વિકલાંગ ચિકિત્સા,પૂજય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને મેડિકલ આઉટરીચ પ્રોગ્રામ દ્વારા છેલ્લા 20 વર્ષથી 21 લાખથી વધુ લોકોને સફળ સારવાર આપવામાં આવી છે, અને હવે તેમણે યોજેલ આ કેમ્પ જેમાં રોગ નિદાનથી લઈને રોગ મુક્તિ સુધીની સંપૂર્ણ સારવાર, ખાસ કરીને સુપર સ્પેશિયાલિટી સર્જીકલ સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે આ વિસ્તારના હજારો જરૂરિયાતમંદ દર્દીઓ માટે વરદાનરૂપ બનશે.

કેમ્પની વધુ માહિતી માટે સંપર્ક કરો : 09820007752 / 02633-352010

મીડિયા અંગેની વધુ માહિતી માટે સંપર્ક : મેહુલ ખોખાણી 98210 46603, દર્શન દેસાઈ 98197 19997

ઇમેલ media.relations@smd.org

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!