ગુજરાત એસ ટી બસ ને મહારાષ્ટ્રના તલાસરી નજીક નડ્યો અકસ્માત,ક્રેનના ક્લીનર નું મોત એસ ટી ચાલક ને બંને પગે ગંભીર ઈજાઓ 

On: October 22, 2023 6:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચેકપોસ્ટ ની વચ્ચેની લેનમાં જવાને સ્થાને સાઈડ લેનમાં ઘુસી ગયેલ ક્રેન ચાલક ક્રેન રીવર્સ લેતો હતો ત્યારે બસ ક્રેનમાં ભટકાઈ ક્લીનર અને ક્રેન ચાલક ને ગંભીર ઈજાતો થતા સારવાર માટે તલાસરી સરકારી હોસ્પિટલ ખસેડતા ક્લીનર નું મોત જયારે એસ ટી ચાલક બસ માં દબાઈ જતા બંને પગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો 

સુરત ડેપો ની બસ મહારાષ્ટ્રના મહાડ થી પરત સુરત આવી રહી હતી ત્યારે મહારાષ્ટ્રના તલાસરી ચેક પોસ્ટ નજીક રાત્રે અઢી વાગ્યા ની   આસપાસમાં અકસ્માત ની ઘટના બની હતી ક્રેન ચાલક ચેકપોસ્ટ ની લેન માં ભૂલ થી ઘુસી ગયો હોય તે ક્રેન રીવર્સ લઇ રહ્યો હતી ત્યારે પાછળ આવી રહેલ એસ ટી બસ અને ક્રેન ભટકયા હતા જેમાં રીવર્સ લેવડાવી રહેલ ક્લીનર પણ દબાયો હતો જેને સારવાર માટે લઇ જતા મોત નીપજ્યું છે 

મહાડ થી સુરત આવી રહેલી ગુજરત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ નંબર જી જે ૧૮ ઝેડ ૭૬૮૯ રાત્રે આવી રહી હતી ત્યારે એક મોટી ક્રેન જે તલાસરી ચેક પોસ્ટની લેન માં રીવર્સ લઇ રહી હતી ત્યારે એસ ટી અને ક્રેન વચ્ચે ટક્કર થતા ક્રેન નો ક્લીનર ઘટના માં ઈજા પામ્યો હતો જેને સારવાર માટે લઇ જતા તેનું મોત થયું હતું જયારે એસ ટી ચાલક ના બન્ને પગે ગંભીર ઈજાઓ થતા તેને પણ સારવાર માટે ખસેડાયો છે જયારે બસ માં સવાર ૫ મુસાફરો ને પણ નાની મોટી ઇજાઓ પહોચી છે ઘટના અંગે ની જાણકારી મળતા વાપી ડેપોના કર્મચારી અને અધિકારો પણ ઘટના સ્થળે પહોચ્યા હતા એમજ તલાસરી પોલીસ પણ સ્થળ ઉપર પહોચી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!