હત્યાના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષ થી નાસતો ફરતો ઇનામી આરોપી ને  એસ ઓ જી એ ઝડપી લીધો 

On: October 22, 2023 8:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વર્ષ ૨૦૦૯ માં તારીખ ૨૪-૦૪-૨૦૦૯ના રોજ મોટી સુલપડ માનવ મંદિર પાસે પકડાયેલા આરોપી એ ગેરકાયદેસર મંડળી બનાવી ક્રિશ્ના યાદવ નામના ઈશમ ને માથાના તથા શરીર ના ભાગે લાકડાના ફટકા મારી ઈજાઓ કરી ને ભાગી જવા પામ્યો હતો જે અંગે વાપી ટાઉન પોલીસે ઇન્દ્રદેવ મહેન્દ્ર મંડળ ઉપર હત્યા સહીત ની વિવિધ કલમો સાથે ગુન્હો દાખલ કર્યો હતો જે બાદ આરોપી તેના મૂળ વતન ગામ સીઝૌડી થાના સિકન્દરા જી.જમુઈ ,ફરાર નાસી જવા પામ્યો હતો પોલીસે અવાર નવાર તપાસ કરવા છતાં આરોપી મળી ના આવતા નામદાર કોર્ટે સી આર પી સી ૭૦ મુજબ વોરંટ જાહેર કર્યું હતું જે સંદર્ભે પોલીસે તેને પકડવા માટે રૂપિયા ૧૦ ૦૦૦ જેટલું ઇનામ પણ જાહેર કર્યું હતું 

14 વર્ષથી ફરાર ઇન્દ્રદેવ

આ ઇનામી આરોપી ને પકડી લેવામાં વલસાડ એસ ઓ જી ની ટીમ ને સફળતા મળી છે જિલ્લાના ટોપ ૧૦ નાસતા ફરતા આરોપી પકડવા માટે ઝુમ્બેસને વેગ મળે તે અંગે ગંભીરતાને લક્ષ્યમાં રાખી ને ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક ની સુચના અનુસાર પોલીસ અધિક્ષક વલસાડ દ્વારા આરોપી ને ઝડપી લેવા માટે તારીખ ૨૧ -૧૨-૨૦૨૨ ના રોજ રૂપિયા ૧૦૦૦૦ નું ઇનામ પણ જાહેર કરાયું હતું  જે અંતર્ગત એસ ઓ જી ની ટીમ દ્વારા ૧૪ વર્ષ થી પોલીસ ને થાપ આપી ફરાર રહેતા આરોપી  ઈન્દ્રદેવ મહેન્દ્ર મંડળ ઉ.વ ૫૦ ને એસ ઓ જી પી આઈ જે એન ગોસ્વામી ને મળેલી બાતમીના આધારે બલીઠા બ્રીજ નજીક વલસાડી જકાતનાકા પાસે થી ઝડપી પાડવામાં આવ્યો છે 

આ કામગીરી માં વલસાડ એસ ઓ જી પી આઈ જે એન ગોસ્વામી તથા એ સો જી સ્ટાફ એસ એસ આઈ વિક્રમ મનુભાઈ તથા અ.હે.કો સહેદેવસિહ રાજેન્દ્રસિહ તથા અ.હે.કો.દિગ્વિજય વિક્રમસિહ તથા અ.પો.કો.કુલદીસિહ ધર્મેન્દ્રસિહ, તેમજ અ.પો.કો.કિરીટ સિહ ધરમસિહ,અ.પો.કો. મહોમદસફી સુલેમાન, તેમજ લો.અ.પો.કો.ભરત મેણસિહ તથા લો.અ.પો.કો. અલ્પેશ ભીમાભાઇ દ્વારા ઝડપી લેવામાં મહત્વની કામગીરી  બજાવવામાં આવી છે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!