કુંભઘાટમાં કોન્ક્રીટ રોડ બનાવવામાં આવશે એ પૂર્વે લોકોને પડતી અગવડ દુર થાય તે માટે રોડ નું રીસરફેસિંગ કરી ડામર રોડ ટૂંક સમયમાં બનશે

છેલ્લા કેટલાક સમય થી નાનાપોઢાં કપરાડા માર્ગ અત્યંત બિસ્માર બનતા લોકોની હાલત કફોડી બની હતી અને રોજીંદા આવતા જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે સમગ્ર બાબતે વલસાડ જીલ્લા સાંસદ દ્વારા દિલ્હી ખાતે રજૂઆત કરવામાં આવ્યા બાદ આજે નેશનલ હાઈવે ૮૫૬ ના સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર રાવલ સાથે સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થાનિક અગ્રણીઓ એ પણ તેમની રજુઆતો કરી રોડ જલ્દી થી જલ્દી બને તેવી માંગ કરી હતી
આજે નાનાપોઢાં ખાતે એકત્ર થયેલા ભાજપ અગ્રણી તાલુકા પંચાયત પ્રમુખ ,ઉપ પ્રમુખ એ પી એમ સી ચેરમેન ની હાજરીમાં વલસાડ ડાંગ ના સાંસદ ડો. કે સી પટેલ જણાવ્યું કે લોકો ની વારવાર ની રજૂઆત આવતી હતી જે અંગે મેં ખુદ દિલ્હી ખાતે હાઈવે ઓથોરીટીના અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરી છે અને હાલ માં નાનાપોઢાં થી કપરાડ સુધીનો માર્ગ રૂપિયા ૬ કરોડ ટેન્ડર માટે મંજુર કરાવ્યા છે ત્યારે લોકોને પડતી હલકી ને દુર કરવા હવે ગણતરીના દિવસો માં ડામર રોડ રી સર્ફેસ કરવાની કામગીરી શરુ કરવામાં આવશે આજે તમામ અગ્રણીઓ અને ઇજેનેર સાથે તેમણે કુંભઘાટની મુલાકાત લીધી અને પરિસ્થિતિ નું નિરીક્ષણ કર્યું હતું
આજે આવેલા હાઈવે ઓથોરોટી ના સુપ્રિટેન્ડેન્ટ ઈજનેર રાવલ ના જણાવ્યા અનુસાર કપરાડા કુંભઘાટમાં રોડ ની વચ્ચે થી પાણી ઝરે છે અને વરસાદી પાણી નું વહેણ પણ રોડ ની વચ્ચે થી પસાર થતું હોય ડામર રોડ દર વર્ષે ધોવાઇ જતા લોકો ને હાલાકી પડી રહી છે ત્યારે કુંભઘાટ માં કોન્ક્રીટ રોડ બનાવવા માં આવશે અને તેના માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે
આજે તેમની મુલાકાત ટાણે ડો. કેસી પટેલ,કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાંવિત,તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા,એ પી એમ સી ચેરમેન મુકેશ પટેલ, અગ્રણી મંગુભાઈ પટેલ,માજી સરપંચ રમતુંભાઈ ચોધરી,તાલુકા સભ્ય ધાયત્રીબેન સહીત અનેક અગ્રણીઓ હાજરી આપી હતી





