
ધરમપુર શહેરમાં આવેલી જાણીતી હોસ્પિટલ સાઈનાથના ડોક્ટર હેમંતભાઈ પટેલ જેવો ભાજપના અગ્રણી નેતા છે અને સામાજિક કાર્યકર પણ છે અને સમગ્ર ધરમપુરમાં તેઓ ખૂબ સારી છાપ ધરાવે છે ત્યારે સોશિયલ મીડિયામાં તેમને પણ એક કડવો અનુભવ થયો છે હાલમાં તેમના નામની એક ફેક આઈડી instagram પર બનાવી કોઈક ગઠીયા દ્વારા મેસેન્જર થી મેસેજ કરી લોકો પાસે પૈસા માંગતો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે કોઈકની પાસે 9,500 માંગી રહ્યો હોવાનું જાણવા મળતા સમગ્ર બાબતની જાણ ડોક્ટર હેમંત પટેલ ને થતા તેઓએ તકેદારીના ભાગરૂપે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સમગ્ર બાબતની જાણકારી છે અને લોકોને આ ફેક આઈડી થી સતર્ક રહેવા જણાવ્યું છે

ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર હેમંત પટેલ ના નામની કોઈક ઈસમ દ્વારા ફેક આઈડી બનાવી તેમના નામનો ઉપયોગ કરી તેમના ફોલોવર અને મિત્રો પાસે insta messenger ના માધ્યમથી અર્જન્ટ કામ હોય પૈસાની જરૂર હોવાનું જણાવી લોકો પાસે પૈસાની માંગણી કરાઈ રહી છે આ સમગ્ર બાબત ડોક્ટર હેમંત પટેલના ધ્યાને આવતા આખરે આ ફેક આઈડી હોવાનું બહાર આવ્યું છે જે આઈ ડી થી ઇન્સ્ટા ઉપર પૈસા મંગાઈ રહ્યા છે તે આઈ ડી હેમંતભાઈ ની નથી ત્યારે આ આઈડી કોણે બનાવી અને માત્ર પૈસા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ? અને આ આઈડી ના કારણે તેમની ઈમેજ ઉપર મોટી અસર થઈ રહી છે ત્યારે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ તેમણે ઘટના અંગે જિલ્લા પોલીસ વિભાગની સાયબર ક્રાઇમ ની ટીમને ઘટના અંગેની જાણ કરી છે જે અંગે પોલીસ એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે હાલ તો હેમંત પટેલે પણ તેમના મિત્ર વર્તુળ અને તેમના સ્વજનોને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ પાસે પૈસાની માંગણી કરી નથી જેથી આવા કોઈ પણ એકાઉન્ટ ઉપરથી મેસેજ કે કોલ આવે અને પૈસાની માંગ કરે તો તે આપવા નહીં અને સમગ્ર બાબતના સ્ક્રીનશોટ લઈ પોલીસ મથકે જાણ કરવી તેમ જણાવ્યું છે આ ઇન્સ્ટાગ્ર આઈડી https://www.instagram.com/dr_hemant_.patel_/ ફેક હોવાનું તેમણે જણાવ્યું છે





