સી પી આઈ એમ દ્વારા જિલ્લા કલેકટર ને અપાયું આવેદન 

On: September 16, 2023 3:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વાઘવડ નાની કોસબાડી માં વન અધિકાર 2006 મુજબ લાભાર્થીને માત્ર જમીન વ્યક્તિગત મર્યાદા 10 એકર હોવા છતાં 1 ગુંઠા,2 ગુંઠા,15 ગુંઠા,મળી હોય લાભાર્થીઓ ને અસંતોષ કબ્જા મુજબ ખેડાણ માટે જમીન મળે એવી માંગ કરી આવેદન આપી રજુઆત કરાઈ 
આવેદન પત્ર

વલસાડ જીલ્લા સમિતિ સી.પી.આઈ. (એમ. એલ) લિબ્રેશન પાર્ટી તરફથી જિલ્લા કલેકટર ને  આવેદન પત્ર આપી  વન અધિકાર આધિનિયમ મુજબ જમીન મળેલ લાભાર્થી ને સરકાર દ્વારા નક્કી કરેલ મુજબ 10 એકર જગ્યા અને માળખાકીય સુવિધા મળે એવી માંગ કરવામાં આવી છે 

ધરમપુર તાલુકાના વાઘવળ ઉપલપાડા નાની કોસબાડી ગામોમાં આદિવાસી સમાજને વનઅધિકાર માન્યત ધારો ૨૦૦૬ અને વન અધિકાર માન્યતા નિયમો ર૦૦૮ વન અધિકાર આ કાયદાની કલમ -૩મા દર્શાવેલ વ્યકિતગત અને સામુહિક અધિકાર અને તા. ૨૩-૧૨ ૨૦૦૫ પહેલા જમીનપર કબજો હોય અને તા.૩૧-૧૨-૨૦૦૭ના રોજ ખેડાણચાલુ હોય અધિનિયમ હેઠળ લાભાર્થીને વધુમા વધુ કુલ ૧૦ એકર સુધી જમીન મળી શકે આ કાયદા હેઠળ વ્યકિતગત અધિકારી સામુહિક અધિકારો તેમજ માળખાકીય સુવિધાઓ માટેના અધિકારો મળીશકે અધિનિયમ ૨૦૦૬ અધિનિયમ મુજબના સરકારશ્રીના પરિપત્ર નિયમ મુજબ વ્યકિતદીઠ ૧૦ એકરની મર્યાદા સરકારશ્રીએ લાભાર્થીને વ્યકિત દીઠ નકકી કરેલ હતી. અને જે વ્યક્તિને ૨ ગુંઠા,૩ ગુંઠા, ૧૫ ગુંઠા, ૧૧ ગુંઠા,૨૫ ગુંઠા, ૪૦ ગુંઠા, ૧૪ ગુંઠા, ૬૫ ગુંઠા, અને ૨ એકર સુધી મળેલ છે. એનાથી ગરીબ આદિવાસી ખડૂતોને  અસતોષ છે. અને આ જગ્યામાં સુધારો કરી અને ખેડુતનો કબ્જો પ્રમાણ ખેડાણ પ્રમાણેની સરકારશ્રીની મર્યાદા મુજબ નકકી કરવામા આવેલ વન અધિકાર માન્યાતા ધારો ર૦૦૬ અને વન અધિકાર માન્યતા નિયમો વન અધિકારો આ કાયદાની કલમ -૩ મા દર્શાવે પ્રમાણે વાઘવળ, ઉપલપાડા,નાનીકોસબાડી આમ આ ત્રણ ગામોનો પંચકેસ તલાટી/સરપંચ રૂબરૂ પંચકેસ, વન અધિકાર સંમતિ રૂબરૂથી ઠરાવ ગમોના લોકોસમક્ષ કરવામાં આવેલ છે. અને જે તે ગામની સુધારેલ યાદી સામેલ છે. અને અગાઉ તા.૨૩-૧૨-૨૦૨૧ના રોજ મુખ્ય મંત્રીશ્રીને લેખિતમાં જાણ કરેલ હતી અનેએમનો આજ દિન સુધી કોઈપણ જવબ મળેલ નથી. જેથી આપ સાહેબશ્રીને અમારી નમ્ર અરજ કરજ કરીએ છીએ .અને અમોને ઓછામા ઓછા દિન ૩૦ દિસમાં અમને લેખિત અથવા મોખિકમાં જાણકરશો તેમ ઉલ્લેખ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે . આવેદન આપવા માટે આજે મોટી સંખ્યામાં લાભાર્થી આદિવાસી સમાજ ના લોકો તેમજ સી પી આઈ એમ ના આનંદ ભાઈ બારાત સહિતના લોકો જોડાયા હતા 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!