વાપી માં કરાટે ટ્રેનિંગ ના 28 વર્ષ પૂર્ણ કરતા હાર્દિક જોશી, વાપી માં થઇ ભવ્ય ઉજવણી.

On: September 6, 2023 5:55 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


સને 1995 માત્ર ત્રણ તાલીમાર્થીઓ થી ઇસશીનર્યું કરાટે નો શુભારંભ કરનાર અને માર્શલ આર્ટ ની દુનિયા માં અનેક વિક્રમો સ્થાપિત કરનાર સેન્સાઈ જોશીસ ઇસશીનર્યું કરાટે નાં વાપી માં 28 વર્ષ પૂર્ણ કર્યા ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી એમના વિશાળ કરાટે વિદ્યાર્થી અને વાલી ઓ દ્વારા અજીત નગર, ચલા ખાતે કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ વિદ્યાર્થી ઓ થી શરૂઆત કરનાર હાર્દિક જોશી દ્વારા અત્યાર સુધી માં 3,00,000 ઉપરાંત વિદ્યાર્થીઓ ને તાલીમ આપી ચૂક્યા છે અને હાલ માં હજારો વિદ્યાર્થી ઓની કરાટે ની વિશાળ ફોજ છે. 450 ઉપરાંત વિશ્વકક્ષા ના વિદ્યાર્થીઓ  બ્લેક બેલ્ટ માસ્ટર એમના હાથે તૈયાર થયા છે.

મૂક, બધિર દિવ્યાંગ એવમ વિશ્વ ના અને ભારત નાં સૌથી નાની વય ના વિદ્યાર્થી ને બ્લેક બેલ્ટ ની પદવી અપાવી અનોખો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ સફર માં હાર્દિક જોશી એ અનેક નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કમ્પિટીશન તેમજ અમેરિકા થી ગોલ્ડ મેડલ અને ટ્રોફી મેળવી વાપી તેમજ ભારત નું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એમને કરાટે આચાર્ય ની પદવી થી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્લ્ડ્સ મોસ્ટ આઉટ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રકટર નો એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલ છે.  હાલ માં ઇસશીનર્યું કરાટે માં 7 ડિગ્રી બ્લેક બેલ્ટ ભારત માં સૌથી નાની વય નાં કરાટે માસ્ટર છે.

2007 માં હાથ ઉપરથી 151 ગાડીઓ પસાર કરી વર્લ્ડ રેકોર્ડ સર્જી વાપી નું નામ વિશ્વના તકતા પર રોશન કર્યું છે. છેલ્લા 22 વર્ષ થી એઓ દિવ્યાંગ બાળકો ને વિનામૂલ્યે કરાટે ની ટ્રેનિંગ આપી રહ્યા છે. સુરક્ષા સેતુ અંતર્ગત ગુજરાત પોલીસ સાથે મળીને હજારો મહિલા ઓ ને પણ વિવિધ રાજ્યો માં ટ્રેનિંગ આપી મહિલા સશક્તિકણ કરી રહિયા છે. વાપી થી દુર એવા અંતરિયાળ ગામોમાં જઈને ત્યાંના આદિવાસી બાળકો ને વિનામૂલ્યે ટ્રેનિંગ આપી એમની પર્સનાલિટી ડેવલોપેન્ટ ઉપરાંત વિવિધ કૌશલ્ય વર્ધક ટ્રેનિંગ હાર્દિક જોશી અને એમની ટીમ દ્વારા આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષો ની આ તપશ્ચર્યા ના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી દ્વારા એમનું સન્માન થયેલ છે. 

આ પ્રસંગે શ્રી હાર્દિક જોશી જણાવે છે કે આ સફર ની શરૂઆત છે આવનાર સમય માં અનેકવિધ કાર્યક્રમો, વિક્રમો વાપી ની આ ધન્યાધરા પર સ્થાપિત થવા જઈ રહીયા છે. આનો શ્રેય હું મારા માતા પિતા, વડીલો, સંતો, પત્રકાર મિત્રો તેમજ જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો એવા તમામ સ્કૂલ સંચાલકો, મારા હજારો વિદ્યાર્થીઓ એમના વાલી ઓ ને આપુ છું. 

આ પ્રસંગે હાર્દિક જોશી દ્વારા એમના 14 બ્લેક બેલ્ટ સ્ટુડન્ટ્સ નું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!