ધરમપુર તાલુકા પંચાયતમાં નવા પ્રમુખ તરીકે સુકાન કોને મળશે? 7 થી વધુ નામો છે પ્રમુખની રેસમાં ..

On: August 27, 2023 11:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તાલુકા પંચાયય કચેરીમાં હાલના પ્રમુખ રમીલા બેન ગાંવીતની ટર્મ 17 સપ્ટેમ્બર ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે જેને લઈ હવે નવા પ્રમુખ કોણ બનશે તે અંગે અનેક નામોની ચર્ચા અમે લોકો માં અનેક પ્રશ્નો છે જોકે પ્રમુખ પદ મેળવવા માટે આંતરીખ ખેંચતાણ અને જૂથવાદ સક્રિય ભાગ ભજવશે એવું જાણકારો માની રહ્યા છે.તો બીજી તરફ પાર્ટી કોને મેન્ડેડ આપે તે અંગે પણ દરેક ની નજર છે. વળી પ્રમુખ પદ મેળવવા માટે કેટલાક સભ્યો એ પ્રદેશ કક્ષાના મંત્રી સંત્રી સુધી જોર લગાવ્યું હોવાની ચર્ચા ઉઠી રહી છે 

17 સપ્ટેમ્બરના રોજ ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખની ટર્મ પૂર્ણ થાય છે ત્યારે હવે નવા પ્રમુખ ની રેસ માં કુલ 7 નામો ચર્ચા માં છે જેમાં 

●સુરેખાબેન નરેશભાઈ પટેલ (કારોબારી અધ્યક્ષ)

● આશાબેન આનંદભાઈ પટેલ (તા.પં. સભ્ય)

●પીયૂષભાઈ મહાલા (ન્યાય સમિતિ અધ્યક્ષ)

●અપેક્ષા બેન પ્રતાપભાઈ પટેલ (તા.પં. સભ્ય)

● રમણભાઈ રામાભાઈ ભોયા (તા.પં. સભ્ય)

● રમીલાબેન ગાંવીત (હાલના પ્રમુખ)

●ધરમુભાઈ બારીયા (ઉપ પ્રમુખ)

ઉપરોકત તમામ નામો હાલ તો પ્રમુખ માટેની રેસમાં ચર્ચા માં છે દરેક નામો ના વ્યક્તિ એ પોતાના વ્યક્તિગત સંબંધો કે રાજકીય સંબંધો દ્વારા તેમના ક્ષેત્ર માં અનેક વિકાસ ના કર્યો કર્યા છે અને ગ્રામીણ ક્ષેત્ર માં વિકાસના કામોને ગતિ આપી છે વળી પ્રમુખ પદ માટે ઉપરોક્ત નામો પૈકી બે જૂથ બન્યા છે ત્યારે હવે કોના નામ ઉપર પાર્ટી કળશ ઢોળે એ તો સમય બતાવશે ..પરંતુ હાલ તો તમામ લોકો હું જ પ્રમુખ બનીશ એવા દિવા સ્વપ્નો સાથે આગળ વધી રહ્યા છે 

પ્રમુખ પદ મળે તે માટે કેટલાક તો પ્રદેશ કક્ષાએ પણ મુલાકાત ના દોર કરી ચુક્યા છે ત્યારે હવે આવનારા સમય માં જ કોણ પ્રમુખ બનશે એ બહાર આવશે હાલ તો ઉપરોક્ત નામો પ્રબળ દાવેદાર હોવાનું માનવામાં આવે છે .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!