
ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190 મી જન્મજયંતિ ૨૪ ઓગસ્ટના દિવસે ઉજવણી થયી.
સમાજ સુધારક, કવિ, ગધ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભ શંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ ના રોજ સુરત ખાતે થયો હતો. સમાજ સુધારક કવિ વીર નર્મદના જન્મદિવસને આ વર્ષે 190 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમા હોવાથી દર વર્ષે લાઇબ્રેરીમાં આ જન્મજયંતીની ઉજવણી ધામ ધૂમપૂર્વક ઉજવાય છે. ગુજરાતના પ્રખ્યાત સમાજ સુધારક કવિ જે કવિતા, ગધ્ય પ્રકારનું સાહિત્ય લખવા સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્ધાઓ, કુરીવાજોથી સમાજને બચાવવા પૉતાની જાત હોમી દીધી. આજથી 150 વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં. તેમણે લેખન કાર્યમાં સમાજ સુધારણા માટે ” દાંડિયા ” નામનું સામાઇક દ્વારા સાહિત્ય સેવા, સમાજ સેવાના ઉચિત પ્રયાસોએ કર્યા હતાં. ‘ પ્રેમનીતિ ‘ , ‘ કબીર વડ ‘ , ‘દોડિયા ‘, ‘ મારી ‘ , ‘ નર્મ કોશ ‘ , ‘ નડાખ્યાન ‘ , ‘ નાગર ‘ , ‘ સ્ત્રીઓના ગીતો ‘ તેમજ તેમનુ પ્રેમ શૌર્ય અંકિત કાવ્ય ‘ જય જય ગરવી ગુજરાત ‘ આજે પણ એટલૂં જ પ્રચલિત છે. જેથી આવા વીર કવિના જન્મજયંતી ઊજવણી કરવા ધરમપુર નગરપાલિકા ના વહીવટદાર શ્રી એફ વસાવાસાહેબ મે.મામલતદારશ્રી, ધરમપુર તાલુકા, તથા ડો વિજય ઇટાલિયા ,ચીફ ઑફિસર ,ધરમપુર નગરપાલિકાના રાહબરી હેઠળ વીર નર્મદ જન્મ જયંતી ઊજવણીનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમા ઉપર ધરમપુર નગરપાલિકાના ચીફ ઑફિસર ડો. વિજય ઇટાલિયા, ધરમપુર નગરપાલિકાના માજી ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ , લાઇબ્રેરીના સૌથી જૂના વાચક સભ્ય જાણીતા ચર્ચાપત્રી શ્રી રાયસિંગ ભાઈ વળવી તથા લાઇબ્રેરીના મોટી સંખ્યામાં વાચક યુવા ,યુવતીઓ હાજર રહી વીર નર્મદની પ્રતિમા ઉપર દીપ પ્રાગટ્ય, ફૂલહાર કરી વીર નર્મદને યાદ કરી ૧૯૦ મી જન્મજયંતી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.





