
વૃદ્ધ બાળકો મહિલા વધુ પ્રમાણ માં પીડિત
ચોમાસુ શરૂ થતાં જ વાઇરસ જન્ય રોગો અને બેક્ટેરિયા થી થતા રોગો મોટા પ્રમાણ માં ફેલાઈ રહ્યા છે ત્યારે ધરમપુર તાલુકાના ગામો અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં આંખના ઇન્ફેક્શન ના રોગો ઝડપી ફેલાઈ રહ્યો છે સ્કૂલે જતા બાળકો ને થતા રોગ ને કારણે અન્ય બાળકોને પણ ચેપ લાગતા આ રોગ વધુ તેજ ગતિ થી ફેલાઈ રહ્યો છે

ધરમપુર નજીકના અનેક ગામોમાં આજકાલ આંખના ઇન્ફેક્શન (કન્જેકટીવાઇટીશ) નામનો રોગ જેને દેશી ભાષા માં આંખ આવવી કહેવાય છે તે રોગ તેજ ગતિથી ફેલાઈ રહ્યો છે બેક્ટેરિયા અને વાઇરસ થી ફેલાતો તેમજ એક બીજા ઇન્ફેટેડ લોકોના સ્પર્શ કરવાથી કે ઇન્ફેક્શન લાગેલા લોકોના ઉપયોગ માં આવેલ ચીજોનો ઉપયોગ કરવા થી આ રોગ વધુ ફેલાઈ રહ્યો છે જેમાં સ્કૂલે જતા બાળકો પણ વંચિત નથી અને બાળકોને આ રોગ થતા તેઓ સ્કૂલે જવાનું ટાળતા નથી અને અન્ય ને પણ આ ચેપ લાગતા રોગ વધુ ફેલાઈ રહ્યો છે દર ત્રીજા ચોથા ઘરે કોઈને કોઈન વ્યક્તિ ને આંખ આવવાની બીમારી થી પીડાઈ રહ્યા છે
*આ બીમારી થી બચવા શુ કરવું જોઈએ
બેક્ટેરિયા અને વાઇરસ જન્ય રોગ થી બચવા કાયમ હાથ ને સાબુ થી ધોવા જોઈએ જેમને આંખ ની બીમારી થઈ હોય એવા લોકોએ ઉપયોગ કરેલ ચીજો બને તો ઉપયોગ માં ન લેવી સાથે જ આંખમાં સહેજ પણ ખાંજવાળ આવે લે તેમાંથી પાણી પડે તો તુરંત આંખના તબીબ ની મુલાકાત લઈ સલાહ લેવી જરૂરી છે ડોકટર દ્વારા આપવામાં આવેલ આઈ ડ્રોપ ઉપયોગ કરવો
*વારંવાર પાણી થી આંખ ધોવી
જેમને પણ કન્જેકટિવાઇટીશ થયો હોય એવા લોકો એ બને તો ભીડ ભાડ વાળા વિસ્તાર થી દુર રહેવું તેમજ બને તો વારંવાર ઠંડા પાણી વડે આંખો ધોવી અને તબીબે લખી આપ્યા હોય એવા આઈ ડ્રોપ આંખોમાં નાખવા





