તેજ ગતિથી ફૂંકાયેલા ચક્રવર્તી પવન ને પગલે બની ઘટના નવી નગરીમાં આવેલા એક કાચા મકાનની દીવાલ તૂટી પડતા મહિલાને હાથ પગના ભાગે ઇજાઓ પહોંચી હતી

ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે નવી નગરી વિસ્તારમાં આજે એક કાચા ઘરના મકાનની દીવાલ તૂટી પડી હોવાની ખબર સ્થાનિકોએ સરપંચ રજનીકાંત પટેલને આપતા તેઓ તુરંત સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં ઘરમાં કામ કરી રહેલ મહિલાને હાથ પગના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું
મરઘમાળ માં આજે બપોરના સમયે ફૂંકાયેલા તેજ ગતિના પવન ને પગલે નવી નગરીમાં રહેતા નરેશભાઈ ભીખાભાઇ પટેલના ઘરના પાછળના ભાગે પેજારીની એકતરફ ની દીવાલ નો ભાગ અચાનક ધડાકા ભેર તૂટી પડતા નજીકમાં કામ કરી રહેલ તેમની પત્નીને હાથ પગના ભાગે ઇજાઓ થતા સારવાર માટે ખાસેડવામાં આવી હતી
Add

ઘટના અંગેની જાણકારી સરપંચ રજનીકાંત પટેલ દ્વારા તાલુકા પંચાયત અધિકારીને કરવામાં આવી છે જોકે અન્ય કોઈ મોટી જાનહાની બની નથી સરપંચ દ્વારા ગામના લોકોનો તેજગતી થી ફૂંકાઈ રહેલ પવનને લઈ સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે





