ધરમપુર તાલુકામાં વિશ્વ મેલેરિયા દિને જાગૃતતા રેલી કાઢી ઉજવણી કરાઈ

On: April 25, 2023 4:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની તા. ૨૫ એપ્રિલે ઉજવણી થઈ. ધરમપુર તાલુકામાં મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે સવારે ૯ વાગ્યે ધરમપુર બ્લોક હેલ્થ ઓફિસથી આરોગ્ય કર્મીઓની રેલી કાઢવામાં આવી. જે બ્લોક હેલ્થ ઓફિસથી પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયત થઈ બજારમાંથી નીકળી એસટી ડેપો થી પરત ધરમપુર સ્ટેટ હોસ્પિટલ પર પહોંચી. જ્યાં લોકોમાં મેલેરિયાની જનજાગૃતિ માટે નિદર્શન કરવામાં આવી હતી

રેલી સહિતના કાર્યક્રમમાં વલસાડ  તાલુકા આરોગ્ય અધિકારી ડો. જીગ્નેશ માહલા પણ જોડાયા હતા. ધરમપુર તાલુકા મલેરિયા ટેકનિકલ સુપરવાઈઝર પરિમલ ડોડીયા દ્વારા તમામ આરોગ્ય કર્મીઓને તાલીમ આપી ઘરે ઘરે જઈને સઘન સર્વેલન્સ હાથ ધરાયુ છે.

આ ઉપરાંત દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર ગપ્પી ફિસ ડેમોસ્ટ્રેશન અને વર્કશોપ દ્વારા  મેલેરિયા દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!