દેગામ સ્ટેટ બેંકનું એ ટી એમ અને પાસબુક એન્ટ્રી મશીન ખોટકાઈ પડતા ગ્રાહકો પરેશાન

On: April 10, 2023 5:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દેગામ કરાયા ખાતે આવેલી state bank of india ની બેન્ક બહાર મૂકવામાં આવેલું એટીએમ મશીન અને પાસબુક એન્ટ્રી મશીન અઠવાડિયામાં ચાર દિવસ બંધ હાલતમાં હોય છે જેના કારણે અહીં એન્ટ્રી પડાવવા આવનાર લોકોને ધર્મ ધક્કા ખાવા પડી રહ્યા છે સાથે જ દર ત્રીજા દિવસે કેશ ખોટી પડવાની ઘટનાને લઈને એટીએમ મશીન પણ સમયાંતરે બંધ રાખવાની ફરજ પડે છે જેના કારણે અનેક લોકોની લાંબી કતારો બેંકની અંદર જોવા મળી રહી છે આ સમગ્ર બાબતે સ્થાનિક લોકોએ તેમજ અનેક ગ્રાહકોએ વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે પરંતુ તંત્ર જાણે ગાંધારીની જેમ બેઠું હોય તેવું જણાય આવ્યું છે અત્યાર સુધીમાં અનેક લોકોને પાસબુક એન્ટ્રી મશીન બંધ હોવાને લઈને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે એટલું જ નહીં અહીંયા આગળ બેંકમાં મહેકમ પણ ઓછું હોવાને લઈને કામગીરીનો સૌથી વધુ ભાર કેસીયર ઉપર આવી પડતો હોય છે મશીનો બંધ હોવાના કારણે લોકો પૈસા ઉપાડવા જમા કરવા તેમજ એન્ટ્રી પડાવવા માટે પણ એક જ લાઈનમાં ઉભેલા જોવા મળે છે જેના કારણે અહીં આવનારા અનેક લોકોના કલાકો બગડી રહ્યા છે

નામ ન આપવાની શરતે એક ગ્રાહકે જણાવ્યું કે આ અગાઉ પણ અનેકવાર આવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે અને જે અંગે મેનેજર સાથે પણ રૂબરૂ રજૂઆતો કરવામાં આવી પરંતુ હજુ સુધી આ સમસ્યાનો જળમૂળથી નિરાકરણ આવ્યું નથી જેના કારણે રોજબરોજ અહીં આવનારા ગ્રાહકોને કલાકો સુધી લાંબી કથાઓમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે અને અહીં મૂકવામાં આવેલા એટીએમ મશીન અને પાસબુક એન્ટ્રી મશીન શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ રહ્યા છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!