મરઘમાળ વિલેજ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, ભવાની ગ્રુપ સુથાર ફળીયા ટિમ ફાઇનલ વિજેતા બની

On: January 29, 2023 5:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મરઘમાલ ગામે પ્રથમ વાર વિલેજ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું કરવામાં આવ્યું હતું આયોજન

ગઈકાલ તારીખ 28-1-2023 શનિવાર ના દિને “મરઘમાળ વિલેજ કપ ” નું ગામ ના સરપંચશ્રી દ્વારા સફળતા પૂર્વક સુંદર આયોજન કરવામાં આવ્યું.  કાર્યક્રમ ની શરૂઆત ગામ ના માં રામેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી બાબુભાઇ જીવલા ભાઈ દ્વારા શ્રીફળ વધેરી પૂજા કરી મેચ ની શરૂઆત કરવામાં આવી હતી.

અને ફાઇનલ મેચ પૂર્વે ખેલ ભાવના જળવાય અને એકતા માટે રાષ્ટ્રગીત ગવાયું હતું.જેમાં કુલ 12 ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ભવાની ગ્રુપ, સુથાર ફળીયા વિજેતા રહી હતી. જયારે શ્રી ગણેશ,સુથાર ફળીયા રનર  અપ રહી હતી. જયારે બેસ્ટ બેટ્સમેન નો એવોર્ડ ઉમેશભાઈ, બેસ્ટ બોલર હરેશભાઈ તથા મેન ઓફ ધ સિરીઝ અરુણભાઈ ને મળ્યો હતો.

કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મંદિર ફળીયા ના યુવાનો એ ભારે જેહમત ઉઠાવી હતી. ગામ માં યુવાનો નો સારો સહકાર રહ્યો. ગામ ના મનોરંજન માટે આવતા વર્ષે પણ “મરઘમાળ  વિલેજ કપ   “SEASON -2  નું આનાથી પણ સુંદર આયોજન કરવામાં આવશે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!