Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કોઈને પણ પોતાના આધાર કાર્ડ પાન કાર્ડ અગત્ય ના ડોક્યુમેન્ટ આપતા પેહલા એક વાર જરૂર વિચારી લેજો નહિ તો, તમારી સાથે પણ બની શકે છે કૈક આવું..

On: June 27, 2021 9:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના ગ્રામીણ ક્ષેત્ર માં પૈસાની લાલચ આપી લોકોપાસે તેમના જરૂરી દસ્તાવેજ લઇ ને જુદી જુદી બેંકોના ફાઇનાન્સ ના નામે ટુ વહીલર ની લૉન લઈ લીધા બાદ વાહનોના હપ્તા ના ભરી જેમના કાગળો ઉપર લૉન લીધી હોય તેમની જાણ બહાર લૉન ઉપર લીધેલ વાહન વેચાણ કરી દઈ ને છેતર પિંડી કરતા હતા જે અંગે છેતરપિંડી ની ફરિયાદ આશિષ ભાઈ એ આપતા રૂરલ પોલીસ મથક ના પી એસ આઈ રાણા અને તેમની ટિમ દ્વારા તપાસ કરતા લોકોના નામે લૉન લાઇ બાઈક લાઇ ને વેચાણ કરી દેનારા ત્રણ ઈસમો ની પોલીસે ધરપકડ કરી છે પોલીસે આ કૌભાંડ માં વેચેલા 16 મોંઘીદાટ બાઇકો પોલીસે કબ્જે કરી છે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગુંદલાવ ઘડો ફાટક પાસે રહેતા આશિષભાઈ મુકેશભાઈ પટેલ ના પિતા મુકેશભાઈ મણિલાલ પટેલ ને આ ટોળકીએ પૈસાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી જુદી-જુદી બેંક અને ફાઈનાન્સ કંપનીઓમાંથી ત્રણ યામાહા કંપની ના આર-15 ઉપર લોન મેળવી તેની જાણ વલસાડ ડુંગરી વાપી તથા મહારાષ્ટ્ર રાજ્યમાં જુદી જુદી જગ્યાએ વેચાણ કરી નાખ્યા હતા તેમજ તેમના પાડોશમાં રહેતા અશોકભાઇ સુમનભાઈ પટેલ ના નામે એક બજાજ પ્લેટીના મોટર સાયકલ ની લોન પણ કરી નાખી હતી આ સમગ્ર હકીકતની જાણકારી ત્યારે બહાર આવી ત્યારે બેંકના રિકવરી ઓફિસર લોનની રિકવરી મેળવવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા પરંતુ તેમણે કોઈ પણ બાઈક માટે લોન લીધી જ હતી તો પછી રિકવરી ઓફિસર તેમને ત્યાં કેવી રીતે પહોંચ્યા આ અંગેની તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના અવસાન પામેલા પિતાના નામે કેટલાક કાગળો દ્વારા લોન લેવામાં આવી છે અને તે અંગે તેમણે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જે બાદ રૂરલ પોલીસ મથકના પી.એસ.આઇ હમીરસિંહ રાણા અને તેમના ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરતા પોલીસે આ સમગ્ર કિસ્સામાં વિજય ઓમકાર વિઠ્ઠલભાઈ પાટીલ રહેવાસી નાની દમણ ખારીવાડ સાગર એપાર્ટમેન્ટ રૂમ નંબર 601 તથા તેના સાગરિક મયુરભાઈ અમૃતભાઈ છોટુભાઈ ઢોડિયા પટેલ રહેવાસી કાંજણ હરિ પશ્ચિમ કોળીવાડ ફળીયા તેમજ અંકિત વિનોદભાઈ ઢોડિયા પટેલ રહેવાસી જૂજવાં મિલ ફળીયા જેઓ દ્વારા ગ્રામીણ કક્ષા ના ભોળા ભોળા લોકોને ગ્રામજનોને પૈસાની લાલચ આપી વિશ્વાસમાં લઇ તેઓના જરૂરી દસ્તાવેજો મેળવી લઈ જુદીજુદી બેંકોમાં ફાઈનાન્સ કંપનીઓ માટે ટુ વ્હીલર વાહનો લઇ આ વાહનો ના હપ્તા ન ભરી તેઓના નામે લોન હોય તેમની જાણ બહાર અન્ય જગ્યાએ વેચાણ કરી ગ્રામજનો સાથે છેતરપિંડી કરી હતી આ કિસ્સામાં પોલીસે અત્યાર સુધીમાં છેતરપિંડી કરીને વેચાણ કરેલા ૧૬ જેટલી મોંઘીદાટ બાઇક જેની કિંમત 19 લાખ 84 હજાર નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે સાથે જ આ સમગ્ર છેતરપિંડીમાં ધામેલ અન્ય લોકોને પણ શોધખોળ શરૂ કરી છે જેમ કે વિવિધ બેંકોમાં તેમને લોન અપાવનાર કર્મચારીઓ ની કોઈ સામેલગીરી હોય તો તેવા શખ્સ તેમજ તેમની પાસેથી બાઇક ખરીદનારા જેઓને ખબર હતી કે બીજાના નામે બાઈક ઉપર લોન લેવામાં આવી છે અને તેમને આ બાઈક વેચવામાં આવે છે તેમ છતાં પણ તેમણે બાઇક ખરીદી હોય તેવા લોકોને પણ પોલીસે શોધખોળ શરૂ કરી કાર્યવાહી કરવા માટેની કામગીરી ના ચક્રો ગતિમાન કર્યા છે

આમ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકોના આધારકાર્ડ પાનકાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ લઈને તેમની પાસે ખોટી જગ્યાએ સહી સિક્કા કરાવીને તેમના નામે લોન લઈ બાઇકો મેળવી અને બાઇકને અન્ય જગ્યાઓ પર વેચી દઇ તેમની સાથે છેતરપિંડી કરવાનો એક રીતસરનું કૌભાંડ ચાલતું હતું અને આ કૌભાંડમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!