મેણધા ગામમાંથી ચકલી પોપલીનો જુગાર રમતાં સાત ઈસમોને પોલીસે ઝડપી લીધા

0
324

કપરાડા પોલીસ જ્યારે પોતાના વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મેણધા લોણની ફળિયામાં ખનકી કિનારે ખુલ્લી જગ્યામાં ચકલી પોપલીનો જુગાર રમવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે કપરાડા પોલીસે રેડ કરતાં, અમજી પાંડુ ભાવર, નવશું રૂપજી ભાવર, જયેશ મહાદુ દોડકા, દિનેશ પાંડુ ભાવર, શંકર ધાકું વાઘાત, મહાદુ પાંડુ ભાવર અને છના પાંડુ ભાવર, તમામ સાતેય રહેવાસી. મેણધા, લોણની ફળિયા, તા. કપરાડા, જી. વલસાડ ને ઝડપી લીધા હતા.

નોંધનીય છેકે, ચકલી પોપલી જુગાર રમતાં જુગારીયાઓ પાસેથી ૬,૯૧૦/- રૂપિયાનો કબ્જો લઈ, તમામ સાત જુગારીયાઓ સામે કપરાડા પોલીસે જુગારધારા કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here