Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

5 બેઠક પર 35 ઉમેદવારોના ભાવિનો ફેસલોઃ 386 પોલીસ જવાનોના લોખંડી બંદોબસ્ત વચ્ચે 306 અધિકારી- કર્મચારીઓનો સ્ટાફ મતગણતરી કરશે

On: December 7, 2022 11:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કુલ 70 ટેબલ પર કુલ 101 રાઉન્ડમાં સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે

વલસાડ જિલ્લામાં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 72.69 ટકા મતદાન થયા બાદ હાલમાં વર્ષ 2022ની ચૂંટણીમાં તા. 1 ડિસેમ્બરે 3.29ના ઘટાડા સાથે 69.40 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે આજે તા. 8 ડિસેમ્બરે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરેલા 35 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. સવારે 8 વાગ્યાથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં કુલ 386 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થશે.

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તા. 1 ડિસેમ્બરે વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર 35 ઉમેદવારો માટે નિષ્પક્ષ અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જિલ્લાના નોંધાયેલા 13,28,992 મતદારો પૈકી 9,22,349 મતદારોએ મતદાન કરતા કુલ મતદાન 69.40 ટકા નોંધાયું હતું. હવે તા. 8 ડિસેમ્બર મતગણતરી દિવસ કે જેની ઉમેદવારોથી માંડીને મતદારો પણ ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પરિણામનો દિવસ આજે આવી પહોંચતા સવારે 8 કલાકથી મતગણતરી શરૂ થઈ જશે. જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ આટોપી લેવાઈ છે. મત ગણતરી માટે અધિકારીઓથી માંડીને કર્મચારીઓ મળી કુલ 306 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી થશે ત્યારબાદ ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. 

જિલ્લાની પાંચ બેઠકના કુલ 1395 મતદાન મથકો માટે એક વિધાનસભા સીટ દીઠ 14 ટેબલ ફાળવવામાં આવ્યા છે. એમ કુલ 5 બેઠક માટે કુલ 70 ટેબલ ફાળવવામાં આવ્યા છે. એક ટેબલ પર 3 કર્મચારીઓ મતગણતરી કરશે. જેમાં મતગણતરી સુપરવાઈઝર, મતગણતરી મદદનીશ અને માઈક્રો ઓબ્ઝર્વરનો સમાવેશ થાય છે. 178- ધરમપુર બેઠકના 290 મતદાન મથકો માટે 21 રાઉન્ડ, 179- વલસાડ બેઠકના 274 મતદાન મથકો માટે 20 રાઉન્ડ, 180- પારડી બેઠકના 247 મતદાન મથકો માટે 18 રાઉન્ડ, 181- કપરાડા બેઠકના 306 મતદાન મથકો માટે 22 રાઉન્ડ અને 182 ઉમરગામ બેઠકના 278 મતદાન મથકો માટે 20 રાઉન્ડમાં મત ગણતરી સંપન્ન થશે. આમ કુલ 101 રાઉન્ડમાં જિલ્લાની પાંચેય બેઠક પર 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો થતા ઈન્તેજારીનો અંત આવશે. મતગણતરીથી માંડીને વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ દરમિયાન પણ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓનો કાફલો ખડેપગે તૈનાત રહશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!