ધરમપુર બેઠક પર કોંગ્રેસમાં 8 જેટલા દાવેદારો મેદાને..કોણ કોણ છે ચૂંટણીની રેસમાં જુઓ

On: September 26, 2022 2:51 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
જયશ્રી બેન પટેલ
રામેશભાઈ પટેલ
ધીરજ ભાઈ પટેલ
અજિતભાઈ ગરાસિયા
રાજેશ ભાઈ પટેલ

ગુજરાત વિધાનસભાની ગણતરીના મહિનામાં આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની હાથ ધરેલી કવાયતમાં ધરમપુર વિધાનસભા બેઠક માટે વલસાડ પૂર્વ સાંસદ, જી.પ.વલસાડ વિરોધ પક્ષ નેતા, પૂર્વ જી.પ.વલસાડના મહિલા સભ્ય સહિત આંઠ દાવેદારોએ કરેલી રજુઆતને પગલે ધરમપુર તા.કોંગ્રેસ સમિતિએ તમામના નામો બાયોડેટા સાથે વલસાડ જી.કો. સમિતિના પ્રમુખને આગળની પ્રક્રિયા માટે મોકલ્યા છે.

રમેશ ભાઈ પાડવી

ધરમપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના નામની ઉઠેલી અટકળો વચ્ચે ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરેશભાઈ એન.પટેલના જણાવ્યા મુજબ  ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની રજુઆત ધરમપુર તા.કોંગ્રેસ સમિતિને મળી હતી. અને તેમના સહિત કુલ આંઠ નામો બાયોડેટા સાથે વલસાડ જી.કોંગ્રેસ સમિતિને મોકલી જી.કો.સમિતિમાં ચર્ચા કરી પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ મોકલવા વિનંતી કરી છે. જ્યારે નામોની એક યાદી અમદાવાદમાં મળનારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં પ્રમુખને આપવાની વાત પણ તેમણે કરી હતી. હવે વલસાડ જી.કોંગ્રેસ સમિતિ આ આંઠ પૈકી કોના નામ પ્રદેશ કોંગ્રેસને મોકલશે.

* ઈચ્છુક દાવેદારો *

કિશનભાઈ વેસ્તાભાઇ પટેલ પૂર્વ સાંસદ વલસાડ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ઉપપ્રમુખ, સુરેશભાઈ નાનજીભાઈ પટેલ ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, પૂર્વ ધરમપુર તા.પ.પ્રમુખ, રમેશભાઈ બીસ્તુભાઈ પાડવી જી.પ.વલસાડ વિરોધપક્ષ નેતા, પૂર્વ ધરમપુર તા.પ.સભ્ય, જયશ્રીબેન હરેશભાઇ પટેલ પૂર્વ જી.પ.સદસ્ય,પૂર્વ પ્રદેશ મંત્રી, પૂર્વ મહિલા પ્રમુખ, રમેશભાઈ કરશનભાઈ પટેલ પ્રમુખ વલસાડ જીલ્લા સેવાદળ, પૂર્વ મહામંત્રી જી.કોંગ્રેસ, અજીતભાઈ ચુનીલાલભાઈ ગરાસીયા મહામંત્રી જી.કોંગ્રેસ , પૂર્વ ધરમપુર શહેર કોંગ્રેસ, ધીરજભાઈ રણછોડભાઈ પટેલ પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર, આદિવાસી સંઘના કન્વીનર, રાજેશભાઈ વજીરભાઈ પટેલ ધરમપુર તા.સરપંચ સંઘ પ્રમુખ, ખારવેલ સરપંચ

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!