ચિક્કાર દારૂ પીને નેપાળીએ પોતાની swift કાર મંદિર પરિસરમાં ઘુસાડી દેતા દોડધામ મચી

On: August 11, 2022 1:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
મંદિર પરિસરમાં કાર ઘુસાડી દીધી


વાપી સેલવાસ રોડ ઉપર ભડકમોરા પાસે આવેલા એક મહાદેવના મંદિર પાસે પૂરપાટ ઝડપે પસાર થતી સ્વીફ્ટ ડિઝાયર કારમાં સવાર બે નેપાળીઓએ દારૂના નશામાં ગાડી હંકારતા હોય સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કારને સીધી મંદિરના પરિસરમાં ઘુસાડી દીધી હતી અચાનક બનેલી ઘટનાને પગલે મંદિર પરિસરમાં બેસેલા અનેક લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે ઘટનામાં કોઈ જાનહાની બની નથી પરંતુ દારૂનો નશો કરીને ગાડી ચલાવનારા એ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આખી ઘટના બની હતી

ભડક મોરા નજીક આવેલા મહાદેવ મંદિર પાસે આજે બપોરના ચાર વાગ્યાની આસપાસમાં પૂરપાટ ઝડપે એક સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર જીજે 15 સીજે 5073 ના કારમાં સવાર દારૂ નો ચિક્કાર નસો કરી કાર હંકારે રહેલા કાર ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કારને સીધી મહાદેવ મંદિરના પરિસરમાં ઘુસાડી દીધી હતી ધડાકાભેર બનેલી આ ઘટનાને પગલે મંદિર પરિસરમાં રક્ષાબંધન પર્વને લઈને અનેક લોકો બેઠેલા હતા તેઓ પણ અચાનક આવી ચડેલી કારને પગલે મંદિર પરિસરમાંથી ઊઠીને નાશ ભાગ મચી ગઈ હતી જો કે આ ઘટનામાં કોઈ જાનહાની બની નહીં પરંતુ અચાનક બનેલી આ ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારચાલક બંને નેપાળી જેવો રહેવાથી વાપી અતુલ ફળિયા પૈકી નાની મોટી ઇજાઓ તથા સ્વીફ્ટ ચાલકને નજીકની ઉષા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!