ધરમપુરથી મોરખલ સુધી બસ શરૂ કરવા 260 લોકોની સહી સાથે ડેપો મેનેજર ને અપાયું આવેદન પત્ર

On: July 23, 2022 1:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ ની આગેવાનીમાં ધરમપુર ડેપોથી મોરખલ ખાતે આવેલી હુબર કમ્પનીમાં કામ કરવા જતાં અનેક કર્મચારીઓ માટે દોડતી મોરખલ ધરમપુર બસ બંધ થઈ ગઈ હોય તે વિવિધ ત્રણ સ્વીફ્ટ ના સમયે શરૂ કરવા માટે 260 જેટલા કર્મચારીઓની સહી સાથે એક આવેદન પત્ર ડેપો મેનજર ધરમપુર ને આપવામાં આવ્યું હતું તેમજ જો નજીકના દિવસોમાં બસ ચાલુ નહિ થાય તો ઘરના પ્રદર્શન કરી ચક્કાજામ કરવા અંગે પણ ચીમકી ઉચ્ચારમાં આવી છે જોકે મેનેજર દ્વારા બસ શરૂ કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી આજે કલ્પેશ પટેલ સહિત અનેક અગ્રણીઓ આવેદન પત્ર આપવા એસ ટી ડેપો કચેરી પહોંચ્યા હતા 

મહત્વનું છે કે ધરમપુરથી અનેક યુવકો મોરખલ ખાતે આવેલી હુબર કંપનીમાં કામકાજ અર્થે જાય છે જેમાં ત્રણ શિફ્ટ પ્રમાણે નોકરી કરતા હોય દરેક સ્વીફ્ટ સમયે જો તેઓ સમયસર પહોંચી શકે તે માટે એસ ટી બસ મળી શકે તો તેઓને સમયર નોકરી ઉપર પહોંચી શકાય તે માટે આજે અનેક યુવાનોની માંગને લઈને રજૂઆત કરવામાં આવી છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!