વર્ષો થી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતા ધરમપુર તાલુકામાં ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ટીકીટ મેળવવા ની દોડ માં, કેટલાક ઉત્સુક ઉમેદવારોએ , કેટલાક રાજકીય નેતા ની આગળ પાછળ ફરતા,તો કેટલાક ચુપચાપ ગ્રામીણ કક્ષા એ કામો કરતા નજરે ચડી રહ્યા છે. કેટલાકને આશા છે કે પાર્ટી ટીકીટ તેમને જ આપશે. એટલે અત્યાર થી જ જાણે ધારાસભ્ય બની ગયા હોય એવો પણ રોફ જમાવી રહ્યા છે. પણ અહીં વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા છે.

ભાજપ માં ચર્ચા માં આવેલ નામો માં મોખરે કનું ભાઈ દેસાઈ નો જમણો હાથ માનવામાં આવતા મહેન્દ્ર ચૌધરી નું નામ ચર્ચા માં છે તો પોતે પાર્ટીના હોદ્દા ઉપર હોય નિયમ મુજબ પાર્ટી પોતાનો નિયમ તોડી ટીકીટ આપશે કે નહીં એ પ્રશ્ન છે તો બીજી તરફ ડાઉન ટુ અર્થ નાનામોટા દરેક ના કામો કરનાર અને સતત એક રિગે ફોન ઉઠાવી લઈ લોકો વચ્ચે જઈ ને લોકોના કામ કરનાર ગણેશભાઈ બિરારી ના નામ નો ચર્ચા ઓ પણ ચાલી રહી છે તો ધારાસભ્ય અરવિંદ ભાઈ ને કઈ રીતે ભૂલી શકાય એમણે પાંચ વર્ષ દરમ્યાન કરેલા ધરમપુર ના વિકાસ ના કર્યો ને જોતા પાર્ટી ફરી એમને વધુ એક વખત તક આપી શકે એમ રાજકીય જાણકારો માની રહ્યા છે તો ડો.હેમંત પટેલ નું નામ પણ ધીમી ગતિએ ચર્ચા માં છે આમ ધરમપુર માં ચર્ચાઓ ઘણી ઉઠી છે પણ ભાજપ છેલ્લે ટાણે કોથળા માંથી બિલાડુ કાઢે એમ ચર્ચાતા નામો નેવે મૂકી ને કોઈ અન્ય ને ટીકીટ ફાળવી દે એવું ઘણા સ્થળે બન્યું છે જોકે પાર્ટી કોના ઉપર કળશ ઢોળે એ તો સમય બતાવશે પણ ભાજપ માં જેમ જેમ ચૂંટણી નજીઓ આવી રહી છે એમ એમ આંતરિક ખેંચ તાણ વધી રહી છે
તો ભાંગી પડેલી કોંગ્રેસ માં હવે ધરમપુર માં કોઈ સક્ષમ ઉમેદવાર નથી એટલે આ વખતે કોઈ અન્ય પાર્ટી માં થી કોઈ નવા આયાત કરેલા ઉમેડવાર આવે તો નવાઈ નહિ તો આમ આદમી પાર્ટી નું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાર્યકરો ભારે રઝળપાટ કરી રહ્યા છે પણ અંતરીખ ડખા ને કારણે સંગઠન મજબૂત બની શકે એવા અણસાર દેખાતા નથી છતાં પાર્ટી માંથી ઉમેદવારી કરવા અનેક ઉમેદવાર ઉત્સુક છે
ત્યારે હવે આગામી ચૂંટણી માં ટીકીટ માટે ની રણનીતિ ઓ અત્યાર થી જ દરેક પાર્ટી માં શરૂ થઈ ચૂકી છે જે નામો ચર્ચા માં છે તેઓ એક બીજા દુરી બનાવી ને કામગીરી કરતા જોવા મળી રહ્યા છે ..ત્યારે કોણ ટીકીટ લેશે અને કોનું પત્તુ કપાસે એ તો સમય જ નક્કી કરશે





