
વૈશ્વિક બજારો માં ક્રૂડ ઓઇલ ના ભાવ માં આગ ઝરતી તેજી આવતા તેની સીધી અસર પેટ્રોલ ડીઝલ ના ભાવ ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે આજ થી સામાન્ય પ્રજા ઉપર તેનો બોજો જોવા મળશે આજ થી પેટ્રોલ ડીઝલ માં ફરી ભાવ વધારો થયો

વૈશ્વિક બજાર માં યુદ્ધ ની અસર ને પગલે ક્રૂડ ઓઇલ ના ભાવો માં જંગી વધારો જોવા મળતા તેની સીધી અસર ભારત ના બજારો માં પેટ્રોલ ડીઝલ ઉપર જોવા મળી રહી છે આજે પેટ્રોલ 80 પૈસા જ્યારે ડીઝલ માં 84 પૈસા નો વધારો જોવા મળ્યો છે 138 દિવસ બાદ ફરી આજ થી પેટ્રોલ ડીઝલ માં ભાવ વધારો થયો છે ભાવો વધવા થી સામાન્ય પ્રજા ના ખિસ્સા ઉપર બોજો પડી રહ્યો છે જ્યાં કોરોના બાદ પ્રજા આર્થીક ગાડી માંડ માંડ પાટા ઉપર આવી રહી છે ત્યારે પેટ્રોલ ડીઝલ ના ભાવો વધતા પ્રજા ની કમર તૂટી જાય તો નવાઈ નહિ





