[ad_1]
અમદાવાદ,
દિવસેને
દિવસે સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે અને ખાસ કરીને બેકિંગ-ફાઈનાન્સના ઓનલાઈન
છેતરપીંડીના કેસો વધી રહ્યા છે ત્યારે ભારત સરકારની ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ
એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા નવી
ટેકનોલોજીને અનુરૃપ વિષયો સાથે ૨૦૨૩માં સીએનો સંપૂર્ણ કોર્સ બદલવામા આવનાર
છે.ઈન્સ્ટિટયુટ દ્વારા દર દસ વર્ષે કોર્સ બદલવામા આવે છે પરંતુ ટેકનોલોજી અને
સીસ્ટમમાં અનેક નવા પરિવર્તનોને લીધે પ્રથમવાર પાંચ જ વર્ષમાં કોર્સ બદલવામા આવી
રહ્યો છે.
આઈસીએઆઈના
પ્રેસિડેન્ટના જણાવ્યા મુજબ સીએમાં ફાઉન્ડેશનથી માંડી ઈન્ટરમીડિએટ અને ફાઈનલ
સુધીના તમામ કોર્સમાં નવા વિષયો દાખલ કરવામા આવશે અને પાંચ વર્ષમાં જ કોર્સ
બદલવામા આવી રહ્યો છે.હાલ ઈન્સિટયુટની એકેડમિક કમિટી દ્વારા કેટલાક નવા કોર્સ
તૈયાર કરી દેવાયા છે અને જેને કેન્દ્ર સરકારની મંજૂરીમાં મુકાશે ત્યારબાદ ૪૫ દિવસ
માટે પબ્લિક કમેન્ટસમાં મુકવામા આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકારની ફાઈનલ મંજૂરી
અને સુધારા વધારા સાથે આગામી વર્ષમાં નવો કોર્સ દાખલ કરાશે. ક્રિપ્ટો કરન્સી,
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી, સાયબર
સિક્યુરિટી, બ્લોકચેઈન, ક્લાઉન્ડ
મેનેજેન્ટ ,ડેટા સાયન્સ સહિતના નવા ટેકનિકલ વિષયો સીએના વિદ્યાર્થીઓ-પ્રોફેશન્લસ
શીખી શકે અને નવી ટેકનોલોજીથી માહિતગાર થઈ શકે તે માટે આ વિષયો દાખલ કરવામા આવશે.
ઈન્સ્ટિટયુટના
પ્રેસિડેન્ટે જણાવ્યું કે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીને રજિસ્ટ્રેશન
ફીમાંથી મુક્તિ માટેની મુદત વધુ એક વર્ષ લંબાવાઈ છે અને હવે માર્ચ ૨૦૨૩ સુધી
રજિસ્ટ્રેશન-કોર્સ ફીમાંથી મુક્તિ મળશે.આ ઉપરાંત રીલીફ ફંડ સ્કીમ અંતર્ગત કોરોના
પીડિત પરિવારના વિદ્યાર્થી અને સીએ પ્રેક્ટિશનર મેમ્બરના પરિવારને દોઢ લાખ
રૃપિયાની સહાય પણ આપવમા આવે છે.આગામી સમયના આયોજનોને લઈને આઈસીએઆઈના નવા નિમાયેલા પ્રેસિડેન્ટ દેબાશિષ મિત્રા અને વાઈસ
પ્રેસિડેન્ટ અનિકેત તલાટીએ જણાવ્યું કે એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સને સપોર્ટ માટે
દરેક બ્રાંચમાં ઈન્ક્યુબેટર્સ નિમવામા આવશે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન
આપવામા આવશે.ઉપરાંત વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્સ ૨૦૨૨, સીએ પ્રોફેશન
ઓલિમિપ્કસનું આયોજન કરવામા આવશે. ભારતના સીએ સ્ટુડન્ટ-પ્રોફેશન્લસ ગ્લોબલ સીએ
પ્રોફેશનલ્સ બને તે માટે ગ્લોબલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ સીસ્ટમ માટે પ્રોત્સાહિત
કરાશે.આઈસીએઆઈના નવા પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ નિમાવા સાથે અમદાવાદ
ચેપ્ટરના નવા ચેરમેન પણ નિમાયા છે.અમદાવાદ ચેપ્ટરના નવા ચેરમેન બિશન શાહ સહિતની
નવી કમિટી રચાઈ છે.
[ad_2]
Source link






