પારડીના પરિવારે દીકરાની વર્ષગાંઠ નિરાધાર અને જરૂરીયાત મંદ બાળકો વચ્ચે ઉજવી  નવો રાહ ચીંધ્યો.

On: February 11, 2022 2:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દરેક માં- બાપ પોતાના સંતાનની વર્ષગાંઠ રંગેચંગે ઉજવતા  હોય છે. પરંતુ આ વર્ષગાંઠ  પાછળ થતો ખર્ચ જો કોઈ ક જરૂરિયાત મંદોને પહોંચે એ આજના સમય અનુરૂપ ખૂબ જરૂરી  બન્યું છે 
  એવી જ કંઈક ઈચ્છા પારડી ના પટેલ પરિવારે કરી પોતાના બાળકની વર્ષ ગાંઠ આવા જરૂરિયાત મંદોને મદદ રૂપ  બની યાદગાર બનાવવાની ઇચ્છાનો  નિર્ધાર કરી  તપાસ  દરમ્યાન પારડી તાલુકાના સુખેશ દેવજી ફળિયામાં અનાથ,ઘર વિહોણા,કે રખડતા ભટકાતા, સ્લમ વિસ્તારના નિરાધાર 45 જેટલા બાળકો  વંચિત જૂથના બાળકોની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા  હોવાનું ત્યાંના સ્થાનિક યુવાન ચેતન પટેલ અને સંચાલક લાહનુભાઈ નો સંપર્ક કરતા માહિતી પ્રાપ્ત થઈ હતી તેને ધ્યાનમાં લઇ પટેલ પરિવારે તેમના દિકરા દીહાન ની ત્રીજી વર્ષગાઢ આ બાળકો વચ્ચે ઉજવી તેમને બનતી મદદ ની સાથે સાથે આ બાળકો ને  ફ્રી મેડિકલ સહાય પણ મળે જેને લઈ  આ બાળકો માં આંખ અને દાંત ની ઘણી સમસ્યા હોય  નિરાકરણ માટે પટેલ પરિવારે સરકારી નિવૃત્ત કર્મચારી આંખના ડોક્ટર દિનેશભાઈ રાજપૂત અને પારડીમાં અક્ષર ડેન્ટલના જાણીતા દાંતના ડૉ તપનભાઈ દેસાઈ સંપર્ક કરી તેમની ભાવના વ્યક્ત કરતા આ બંને ડોક્ટરોએ પળનો પણ વિલંબ કર્યા વિના આ સેવા યજ્ઞમાં સહભાગી બનવાનું સ્વીકાર્યું હતું અને આ આ સેવાયજ્ઞમાં ડોક્ટર તપન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ ડૉ ભાવિન,ડૉ દેવાંગી પટેલ સહિતની ટીમે દાતની તપાસ સાથે ડો  દિનેશ રાજપૂતની ટીમે આંખ તપાસી નિદાન કર્યું હતું. જે  બાળકોને વધુ સારવારની જરૂર છે તેમને પારડી અક્ષર ડેન્ટલ ક્લિનિક પર લાવી મફત સારવાર આપવાની પણ ડોક્ટર તપનભાઈ તૈયારી બતાવી  નાના દિહાનની વર્ષગાંઠ નિમિત્તે પરિવારજનોની અપેક્ષાઓ અનુરૂપ ઉપહાર પૂરો પાડ્યો  હતો તો બીજી તરફ પટેલ પરિવારે સમાજને એક  નવી રાહ  ચીંધી ખોટા ખર્ચા ઓ બંધ કરી આવા સદકાર્યો થકી પુણ્ય કમાવાની રાહ ચીંધી છે.
આ સંસ્થામાં રહી અભ્યાસ કરતા નિરાધાર બાળકોને પોતાની વર્ષગાંઠ ની કે અન્ય પ્રસંગોમાં લોકો મદદરૂપ થાય તેવી અપીલ કરવામાં આવી છે કારણકે ત્યાં રહેતા કેટલાક બાળકો ના માથે માતા-પિતાની છત્રછાયા પણ નથી તો કેટલાક બાળકો ને ત્યાં માતા છે તો પિતા નથી તેવા બાળકો અહીં રહી અભ્યાસ કરી રહ્યા છે અહીં બાળકોને પ્રાથમિક સુવિધાઓની પણ ખૂબ જરૂર છે લોકોને આ સંસ્થાનો સંપર્ક કરી મદદરૂપ બનવા પટેલ પરિવારે અપીલ કરી છે––——————————– મદદ કરવા માટે તમે અહીં કોન્ટેક કરી શકો છો….દેવજી ફળિયાસુખેશ..તા.પારડી.જી વલસાડમો.9576248896

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!