Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આઠ શહેરોમાં 12 થી પ સુધી રાત્રિ કરફ્યૂ,11 સુધી બજારો ખુલ્લાં રહેશે

On: February 11, 2022 2:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સીએમ હાઉસમાં કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

કોરોનાના કેસો ઘટતાં 19 શહેરોને કરફ્યૂ મુક્તિ

લગ્ન, સામાજિક – ધાર્મિક મેળાવડામાં વધુ છૂટછાટ નહીં

અમદાવાદ : કોરોના ના કેસો ઘટવા માંડયા છે ત્યારે રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુમાં વધુ રાહત આપવા નિર્ણય કર્યો છે. ગુરૂવારે સાંજે  ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસૃથાને મળનારી કોર કમિટીની બેઠકમાં કોરોનાની સિૃથતીની સમિક્ષા કરીને માત્ર આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફ્યુ યથાવત રાખવા નક્કી કરાયુ હતું.

એટલું જ નહીં, નવી માર્ગદર્શિકા અનુસાર આ મહાનગરોમાંય રાત્રિના 12 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલી બનશે.  તા,18 ફેબુ્રઆરી સુધી નવી માર્ગદર્શિકા અમલમાં રહેશે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેરમાં મૃત્યુઆંક સરવાળે ઓછો રહ્યો છે. કેસો વધતાં રાજ્ય સરકારે શહેરોમાં રાત્રિ કરફયુ લાદ્યો હતો.

હવે જયારે કોરોનાનું સંક્રમણ ઘટયુ છે ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત વડોદરા,સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. જોકે, આ આઠેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં ઢીલ આપવામાં આપવામાં આવી છે. રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર કરાયો છે.

હવે રાત્રિ કરફ્યુ બાર વાગ્યાથી સવારથી પાંચ વાગ્યા સુધી અમલી બનાવાયો છે. કોરોના નબળો પડયો છે ત્યારે સરકારે આણંદ, નવસારી, ધ્રાંગધ્રા, કાલાવડ, ગોધરા, વિજલપોર, બિલીમોરા,  વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ. અંકલેશ્વર, ધોરાજી, ગોંડલ,  સુરેન્દ્રનગર અને જેતપુર શહેરને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ અપાઇ છે. 

કોરોનાનુ સંક્રમણ ઘટયુ છે છતાંય સરકારે લગ્નપ્રસંગ,રાજકીય,સામાજીક અને ધાર્મિક કાર્યક્રમ ઉપરાંત જાહેર મેળાવડામાં વધુ છુટછાટ આપવાનુ ટાળ્યુ છે. ઉલ્લેખનીય છેકે, લગ્ન સિઝનને જોતાં સરકારે 150ને બદલે 300 જણાંને મંજૂરી આપી હતી. નવી માર્ગદર્શિકામાં આ મામલે નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. 

કોરોનાને લીધે વેપાર ધંધા પર વ્યાપક અસર પડી છે ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂમાં છુટછાટ આપીને અર્થતંત્રની ગાડી પાટા પર ચડે તેવા પ્રયાસો હાથ ધર્યા છે. આ જોતાં હવે બજારો,હોટલ-રેસ્ટોરન્ટ સહિત ચાની કિટલી,લારી ગલ્લા બ્યુટી પાર્લર,હેર કટીંગ સલૂન, શોપિંગ કોમપ્લેક્સ ઉપરાંત વ્યાપારિક ગતિવીધી રાત્રિના 11 સુધી ચાલશે.   

નવી માર્ગદર્શિકાને પગલે ફરી એકવાર હોટલ-રેસ્ટોરન્ટ સહિત બજારોમાં અવરજવર જોવા મળશે. રાત્રિ કરફ્યુમાં રાહત અપાતાં વેપારીઓમાં ખુશીની લાગણી છવાઇ છે. જોકે, સરકારે હજુય માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સના નિયમોનુ કડક પાલન કરવા લોકોને અપીલ કરી છે.નવી માર્ગદર્શિકા તા,11મી ફેબુ્રઆરીથી અમલમાં આવશે.

કયા શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત 

અમદાવાદ, વડોદરા,સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢ

કયા શહેરોને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ

આણંદ, નવસારી, ધ્રાંગધ્રા, કાલાવડ, ગોધરા, વિજલપોર, બિલીમોરા,  વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ. અંકલેશ્વર, ધોરાજી, ગોંડલ,  સુરેન્દ્રનગર અને જેતપુર

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!