વર્તમાન સમય માં કિંમતી ચીજો માર્ગ માં પડી જાય તો તે પરત મળતા નથી પરંતુ આજે પણ એવા પ્રમાણિક લોકો છે જે માર્ગ માં મળી આવેલી ચીજો ને તેમના મલિક સુધી પોહચતી કરતા હોય છે આવી જ એક કિસ્સો સામે આવ્યો છે વાપી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા રસિક ભાઈ પટેલ ને રોકડ રૂપિયા ભરેલું પર્સ મળી આવ્યું હતું પરંતુ તે તેમણે પ્રમાણિકતા સાથે તેના મલિક સુધી પોહચતુ કર્યું છે અને માનવતા મહેકાવી છે
વાપી ડેપો માં ખેરલાવ નાઈટ કરતા રસિકભાઈ પટેલ કંડકટર બેજ ન.268 જેઓ ખાનવેલ થી વાપી આવતા મુસાફર દ્વારા બસમાં પડીગયેલ પર્સ કંડકટર ને મળી આવતા વાપી ડેપો ના આશી.ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનશુખભાઈ પટેલ ને જમા કરાવતા તેઓ દ્વારા મુસાફર ને શોધી આકાશભાઈ કુરકુટિયા ખૂટલી ખાનવેલ ના હોવાનું માલુમ પડતા બોલાવી ને તેમને 3000 હજાર રૂપિયા ભરેલું પર્સ શુપ્રત કરી માનવતા મહેકાવી હતી વાપી ડેપો ના પ્રામણિકતા માં ચાર ચાંદ લગાવ્યા તેમના દ્વારા વાપી ડેપો ના કંડકટર તેમજ અધિકારી ઓ નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો
વાપી ડેપોના કંડકટરે વર્તમાન સમય માં પ્રામાણિકતા ના કરાવ્યા દર્શન 3000 રૂપીયા ભરેલું પર્સ મુસાફરને પરત કર્યું
By Khabar dar
On: December 28, 2021 3:05 PM







