Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગ્રીનમેન વિરલ દેસાઈને ગ્લોબલ એનવાર્યમેન્ટ એન્ડ ક્લાયમેટ એક્શન સિટિઝન એવોર્ડથી સન્માનિત કરાયા

On: December 27, 2021 12:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગ્રીનમેન વિરલ દેસાઈનું દુબઈમાં આંતરાષ્ટ્રીય સન્માન

સુરતના ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈને દુબઈની પામ એટલાન્ટિસ હૉટેલ ખાતે આંતરાષ્ટ્રીય સન્માનથી સન્માનીત કરવામાં આવ્યા છે. ગ્લોબલ એનવાર્યમેન્ટ એન્ડ ક્લાયમેટ એક્શન સિટિઝન એવોર્ડ મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય બન્યાં છે, જેમને ક્લાયમેટ એક્શન માટે સન્માનીત કરાયા હોય. આ સમારંભમાં  ભારત, બ્રિટેન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, પેરીસ અને મલેશિયા સહિત અગિયાર દેશોના વિજેતાઓ હાજર રહ્યા હતા. તો યુએઈના ફોરેન ટ્રેડ એન્ડ ઈકોનોમિક ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ શેખ અવાદ મોહમ્મદ મુજરીન પણ ત્યાં વિશેષરૂપે હાજર રહ્યા હતા. 
ઉલ્લેખનીય છે કે ગત ૨૩મી ડિસેમ્બરે દુબઈની પામ એટલાન્ટિસ હૉટેલ ખાતે ‘સંસ્કૃતિ યુવા સંસ્થાન’ના પંડિત સુરેશ મિશ્રા દ્વારા આંતરાષ્ટ્રીય સ્તરના ભારત ગૌરવ સન્માનનું આયોજન કરાયું હતું. જેમાં ભારતની તેમજ વિદેશની ૨૮ હસ્તીઓને ભારત ગૌરવ સન્માન એનાયત કરાયું હતું. આ યાદીમાં મોટીવેશનલ સ્પીકર પદ્મશ્રી ગૌર ગોપાલદાસ, પોલો પ્લેયર અશ્વિનીકુમાર શર્મા, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન પદ્મશ્રી મધુ પંડિત દાસ, સંગીતકાર પદ્મભૂષણ પંડિત વિશ્વમોહન ભટ્ટ, પદ્મશ્રી રામકિશોર છીપા, નિર્ભયાની માતા આશાદેવી અને ડચ બેન્કના સીઈઓ સાકેત મિશ્રા જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.
ગ્રીનમેન વિરલ દેસાઈએ આ સંદર્ભે કહ્યું હતું, ‘પ્રકૃતિસેવા આપણને કોઈ પણ જગ્યાએ પહોંચાડી શકે છે. આપણે માત્ર પ્રકૃતિમાં શ્રદ્ધા રાખવાની છે અને પ્રકૃતિ જતન માટે તનમન અને ધનથી મહેનત કરવાની છે. બાકી, બધુ આપોઆપ થતું હોય છે. મને આ રીતે મને ત્રીજી વખત આંતરાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે. પર્યાવરણ સંરક્ષણ માટેના આ આંતરાષ્ટ્રીય સન્માન માટે મને યોગ્ય ગણવા માટે ભારત ગૌરવની ટીમ તેમજ પંડિત સુરેશ મિશ્રાજીનો અત્યંત આભારી છું.’
ઉલ્લેખનીય છે કે દુબઈની પામ એટલાન્ટિસ હોટેલ ખાતે યોજાયેલા સમારંભમાં વિરલ દેસાઈએ ગર્વપૂર્વક ગાંધી ટોપી પહેરીને સન્માન સ્વીકાર્યું હતું, જે અનેક વિદેશી મહેમાનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અનેક વિદેશી માંધાતાઓ તેમજ ભારત ગૌરવ વિજેતાઓએ વિરલ દેસાઈ પાસે ગ્રીન ઉધના મોડેલ સ્ટેશનની માહિતી લીધી હતી અને ભારતમાં વધુ ને વધુ વૃક્ષારોપણ થાય અને એન્વાર્યમેન્ટલ મોડેલ્સ તૈયાર થાય એ માટે એમઓયુ કરવાની તૈયારી દાખવી હતી

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!