નવુ બાઇક લઇ નિકળેલા પિતા-પુત્રને જેસીબીએ ટક્કર મારતા બાળકનું મોત

On: December 27, 2021 9:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– કઠલાલ તાલુકાના ખલાલ રોડ પરનો બનાવ

– બાળકે સારવાર દરમિયાન કઠલાલની હોસ્પિટલમાં દમ તોડયો : જેસીબી ચાલક સામે ફરિયાદ

નડિયાદ : કઠલાલ તાલુકાના ખલાલ રોડ પર જેસીબીએ મોટર સાયકલને ટક્કર મારતાં બાઇક ચાલક તેમજ બાળકને ઇજા થઇ હતી. જે પૈકી ત્રણ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આરોલ ગામના રણજીતભાઇ આતાભાઇ ડાભી ગઇ કાલે સાંજે પોતાનું નવું બાઇક પર પોતાના ત્રણ વર્ષના દીકરા જયદીપને બેસાડી ખલાલ નવા રોડ પરથી આવી રહ્યાં હતા. તે સમયે રોંગ સાઇડમાંથી નંબર પ્લેટ વગરના જેસીબીએ બાઇકને ટક્કર મારતા પિતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે કઠલાલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. 

જ્યાં સારવાર દરમિયાન ત્રણ વર્ષના જયદીપનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતક જયદીપના મામા  લક્ષ્મણભાઈ સોમાભાઈ ડાભી બનાવ અંગે કઠલાલ પોલીસમાં જેસીબી મશીનના ચાલક હિંમતભાઈ ચીમનભાઈ બારૈયા (રહે. કાનિયેલ) સામે ગુનો નોંધાવ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!