
તારીખ 19 ના રોજ ગ્રામીણ સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ધરમપુરના બામટી ખાતે આવેલી ડિસ્પેચ સેટિંગ સેન્ટર ઉપર થી આજે વિવિધ જૂથો માટે ૪૧ થી વધુ રૂટો માટે એસટી બસોની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ચાર જેટલા બૂથ ના કર્મચારીઓને તેમના મતદાન બુથ ઉપર મુકવા માટે એસટી બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જોકે ડિસ્પેચ સિંગ સેન્ટર ઉપર થી તમામ ચુંટણી ના લગતા સાધનો લઈને ખડકી મધુરી ગમે બૂથ ઉપર જવા નીકળેલા કર્મચારીઓની બસ ઘાટ ઉપર ચડી ન શકતા અધવચ્ચે અટકી ગઈ હતી જેને પગલે એસટી બસમાં બેસેલા મહિલા કર્મચારીઓના જીવ પડીકે બંધાયા હતા જોકે કેટલાક કર્મચારીઓએ નીચે ઉતરીને ટાયરની પાછળના ભાગમાં મોટા મોટા પથ્થરો મૂકી એસટી બસને ધીમે ધીમે કરી ઘાટ ચડાવવાની ફરજ પડી હતી મહત્વનું છે કે આજે આપવામાં આવેલી એસટી બસ સલામત સવારી એસ.ટી અમારી બસ માત્ર નામ ની જ બની રહી છે વળી આજે એસ ટી બસ ઉપર આવેલ ચાલકો ઘાટ રોડ ઉપર પ્રથમ વાર આવ્યા હોવાની વાત કહી કર્મચારીઓને કહ્યું કે તેઓ ક્યારે પણ આવા ઘટના ચડયા નથી જેના કારણે એસ.ટી.બસ ઘાટ ઉપર અધવચ્ચે અટકી પડી હતી જેને પગલે કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા જોકે ધરમપુર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં એસટી બસો પણ જઈ શકે તેમ નથી





