Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે શેમારૂમીનો ડંકો, ‘યમરાજ કોલિંગ’ સિરીઝ બની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ

On: December 10, 2021 3:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે.

18 નવેમ્બરે શેમારૂમી એપ પર રિલીઝ થયેલી દેવેન ભોજાણી અને નીલમ પંચાલ સ્ટારર વેબસિરીઝ ‘યમરાજ કોલિંગ’ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે નવો ઈતિહાસ રચી રહી છે. મળતી માહિતી પ્રમાણે ‘યમરાજ કોલિંગ’ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ પર અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ બની છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ‘યમરાજ કોલિંગ’ના જબરજસ્ત વખાણ કરી રહ્યા છે. આ ક્લીન ફેમિલી એન્ટરટેઈનમેન્ટ કોમેડી ડ્રામા લોકોને હસાવે પણ છે, અને આંખોના ખૂણાં ભીના પણ કરે છે. 
એક મધ્યમ વર્ગના, પોતાના પરિવારના દરેક સભ્યોના સપના પૂરા કરવા દોડાદોડ કરતા પતિ, પિતા અને પુત્રની વાત દરેક દર્શકોને પોતાની વાત લાગી રહી છે. એટલે જ દર્શકોએ આ વેબસિરીઝને રિલીઝ થતાંની સાથે જ અપનાવી લીધી. ‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે. તો દર્શકોના પ્રતિભાવ છે કે એક સુંદર મેસેજને હાસ્યમાં વણીને સહેલાઈથી અમારા સુધી પહોંચાડાયો છે, જે જોઈને કદાચ ઘણા લોકોની જીવન જીવવાની રીત બદલાશે.
વર્ષોથી ગુજરાતીઓની નાડ પારખીને તેમને ગમતું, તેમની ભાષામાં મનોરંજન પીરસતા શેમારૂ એન્ટરટેઈનમેન્ટે ‘યમરાજ કોલિંગ’થી ઓટીટી ક્ષેત્રે પણ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે. ‘યમરાજ કોલિંગ’ને ચારે તરફથી મળતા વખાણ એ વાતની સાબિતી છે કે ગુજરાતી દર્શકોને શું ગમે છે, અને તેઓ કયું કન્ટેન્ટ સ્વીકારશે તે સમજવામાં શેમારૂ અગ્રેસર છે. 
અત્યાર સુધી નાટકો, ગીતો અને ફિલ્મી ક્ષેત્રે અગ્રેસર રહ્યા બાદ આ બદલાતા સમયના વહેણમાં ડિજિટલ ક્ષેત્રે પણ શેમારૂ સૌથી આગળ છે. બોલીવુડની જેમ હવે જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે શેમારૂમી પણ પોતાના દર્શકોને ઘરે બેઠા જ બેસ્ટ કન્ટેન્ટ મળી રહે તેવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. જેમાંથી એક ‘યમરાજ કોલિંગ’ને દર્શકોએ જબરજસ્ત રીતે સ્વીકારી લીધી છે. દર્શકોને શેમારૂમી એપ પર રિલીઝ થયેલા બીજા પ્રોજેક્ટ્સ પૂરી પાની, ધૂઆંધાર, સ્વાગતમ્ સહિતની તમામ ગુજરાતી ફિલ્મો, નાટકો, વેબસિરીઝ પસંદ આવી રહી છે. દર્શકો હવે વધુ ઉત્સાહથી શેમારૂમી પર રજૂ થનારી નવી ફિલ્મો કે વેબસિરીઝ, નાટકોની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ‘યમરાજ કોલિંગ’ વેબસિરીઝને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી પહેલા ડિરેક્ટર ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કરી છે. ટેલિવિઝનના લોકપ્રિય કલાકાર ‘ગટુ’ ઉર્ફે દેવેન ભોજાણીએ આ વેબસિરીઝથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યો છે. તો નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ નીલમ પંચાલે પણ પોતાની એક્ટિંગનો જાદુ પાથર્યો છે. આ ત્રિપુટીએ ‘યમરાજ કોલિંગ’માં જબરજસ્ત કમાલ કરી છે. 
ઉલ્લેખનીય છે કે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મુવી કે વેબસિરીઝ અથવા નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!