આગામી તારીખ 28 ના રોજ યોજનારી વાપી પાલિકાની 11 વોર્ડ ની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ટિકિટ અપેક્ષા રાખનારા ઉમદવાર ના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જોકે 11 બેઠક ઉપર ટિકિટ લેવા 200 લોકો ભાજપ તરફે મેદાન માં છે એટલે કે વૈકુંઠ નાનું ને ભગતડા ઝાઝા
મહત્વ નું છે કે 11 વોર્ડ માં જો 200 ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવ્યો હોય્ય તો સ્વાભાવિક છે કે 200 માંથી મોવડી મંડળ માત્ર 11 કે 44 ને પસંદ કરશે અને બાકી ના લાઈન માં ઉભેલા ઉમેદવારો નારાજ થશે એ વાત નક્કી ચે એટલે કે નારાજ થયેલા ટિકિટ વાંચ્છ ને પગલે પાર્ટીમાં અંદરો અંદર જ ઘમસાન્ થાય તો નવાઈ નહીં વળી ગત ચૂંટણી માં 11 વોર્ડ માંથી 10 વોર્ડ માં ભાજપ વિજેતા હતું તો આવખતે 11 વોર્ડ માં ભાજપ પોતાના ઉમેદવાર ઉભા કરવાનું વિચારી રહી છે તો સામે આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાન માં ઉતરશે તેમના દ્વારા પણ તૈયારી કરવામાં આવી રહી છે
200 લોકોના સેન્સ લીધા બાદ સમય ઉપર માત્ર 44 લોકો ને જ ટિકિટ આપવી એ પણ મોવડી ના મેન્ડેડ માં આવતા નામ ઉપર જેને લઈ અનેક ડખા થશે એ વાત નક્કી છે અને નારાજ થયેલ ઉમેદવાર જ પાર્ટી ના વોટ તોડે તો નવાઈ નહીં