
વાપી પાલિકાની ચૂંટણી 28 નવેમ્બર ના રોજ યોજાશે જે માટે ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર ઉતારવા માં આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પણ પોતાના ઉમેદવાર્ ચૂંટણી મેદાન માં ઉતારવા માટે તૈયાર છે આવા સમયે સેન્સ માટે 11 વોર્ડ માં 11 ઉમેદવાર ઉભા રાખવાના હોય કુલ 200 લોકોના સેન્સ લેવામાં આવ્યા છે વળી જુના જોગી ઓને ભાજપ પોતાની નીતિ પ્રમાણે આ વખતે ટીકિટ આપશે નહીં એવુ ચર્ચાયું છે કારણ કે સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ મુજબ નો રિપીટ થિયેરી અહીં પણ કામે લાગશે તો જુના જોગીઓ ને ઘરે બેસી જવાનો વારો આવે એમ છે અને જો જુના જોગીને ઘરે બેસવા કે ટિકિટ ના આપવામાં આવે તો ભાજપમાં અંતરિક વિગ્રહ અને ટાંટિયા ખેંચ ની નીતિ ચાલશે એ વાત નક્કી છે જ્યા ભાજપ 11 વોર્ડ માં જીતવાની આશા વ્યક્ત કરે છે ત્યા જો નો રિપીટ થિયેરી યુઝ કરવામાં આવે તો 8 સીટો પણ માંડ આવે એવી ચર્ચા હાલ જોર પકડી રહી છે ઍલુંજ નહીં ટાંટિયા ખેંચ અને નો રિપીટ થિયેરી ને કારણે પાલિકાની ચૂંટણી માં ભાજપ ને હાથ ના કર્યા હૈયે વાગે એમ છે