

ડો.નિરવ ભુલાભાઇ પટેલ સહિતના આગેવાનોએ કાર્યક્રમની શોભા વધારી.
ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે જય માવલી માતા યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો-નાનીઢોલડુંગરી દ્વારા નવા વર્ષના શુભ અવસરે ‘નવાવર્ષ ઉત્સવ’ અંતર્ગત ભવ્ય સામૂહિક આરતી અને ગરબા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના સંયોજક તેમજ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ,માજી તાલુકા પંચાયત સભ્ય બિપિન માહલા તેમજ કલ્પેશ પટેલ,અવિનાશ પટેલ મરઘમાળ,ચંદ્રકાન્ત પટેલ,સુનિલ પટેલ બામટી,કાર્તિક ખેરગામ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.રાત્રે 10 કલાકે શરૂ થયેલા ગરબા મહોત્સવમાં જાણીતા કલાકારો મેઘના પટેલ, અશોક ટાર્ઝન, ગુલાબભાઈ & પાર્ટી-પીપલખેડના સંગાથે ગરબાની ભારે રમઝટ જામી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ધર્મપ્રેમી જનતાએ સહકુટુંબ ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને ગરબાનો આનંદ માણ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ જય માવલી માતા યુવક મંડળના કિરણ પટેલ,વિજય પટેલ,શૈલેષ પટેલ,લાલુભાઇ પટેલ,રાજેશ પટેલ,જીતુભાઇ પટેલ,હેતલ પટેલ,કંચન પટેલ તથા ગ્રામજનો-નાની ઢોલડુંગરી દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






