આદિવાસી સંસ્કૃતિ ને જાળવી રાખવા નવતર પ્રયોગ કંકોત્રી ધોડિયા ભાષામાં, જાન બળદ ગાડાંમાં, અને ડીજે ના સ્થાને તૂર અને થાળી જેવા વાંદ્યો સાથે જાન નીકળી લોકોમાં કુતુહલ..


વલસાડ તાલુકાના વાંકલ જલારામ ફળીયા ખાતે આવેલી ચીખલી ના કાળીયારી ગામના ના યુવક ની જાને ભારે આકર્ષણ સાથે આશ્ચર્ય સર્જયુ હતું. કાલીયારી ગામના મહેન્દ્રભાઈ નો પુત્ર દીપેશ ના લગ્ન વાંકલ જલારામ ફળીયા ખાતે નક્કી થયા હતા આજે જાન આવતા સ્થાનિક લોકો આશ્ચર્ય માં મુકાયા હતા. કારણ કે આદિવાસી સંસ્કૃતિ ને બચાવવાં માટે દીપેશ (વરરાજા) એ નવતર પ્રયોગ કર્યો હતો મોંઘીદાટ કાર અને ડીજે ના ઘોઘાટ વાલા સંગીત ને દૂર રાખી ને પરમપરાગત આદિવાસી સંગીતના વાદ્યો તૂર અને થાળી સાથે જાનૈયાઓ નાચતા ઝૂમતા આવ્યા એટલું જ નહિ જોનારા ની આંખો ત્યારે આશ્ચર્ય ચકિત થઇ કે જયારે વારારાજા કોઈ બાગી કે મોંઘી કાર ના નહિ પણ જુનવાણી પ્રથા ને જીવંત રાખતા બળદગાડાં માં બેસી ને મંડપ સુધી આવ્યા હતા ગામ માં આવેલી જાન હાલ તો સમગ્ર વિસ્તારમાં માં ચર્ચા નો વિષય તો બન્યો જ છે સાથે આદિવાસી સંસ્કૃતી ને ઉત્થાન માટે યુવાનો માં આવી રહેલી જાગૃતિ તેમના સંગીત વાંદ્યો અને સંસ્કૃતિક પરંપરા ને જીવંત રાખશે એવુ જણાય રહ્યું છે નોંધનીય છે કે આજના મોંઘવારી અને દેખાદેખી ના જમાનામાં લગ્ન પ્રસંગમાં યુવાનો ખૂબ ઊંચા ખર્ચા કરી લેતા હોય છે અને દેખાદેખીમાં ડીજે તેમજ મોંઘી દાટ ગાડીઓમાં વરયાત્રા લઈને પહોંચતા હોય છે ત્યારે કલીયારીના યુવાને અન્ય યુવાનો સમક્ષ એક અનોખો દાખલો પણ બેસાડ્યો છે કે સાંસ્કૃતિક પરંપરા અને આદિવાસી સંસ્કૃતિને જાળવવા માટે તમે પણ એક પગલું આગળ લઈ શકો છો અને તેનું આ પ્રમાણ છે.



