
વાપી ખાતે આવતીકાલે ‘નમોત્સવ’માં ભવ્ય ડ્રોન શો, રંગારંગ કાર્યક્રમ અને સાંઈરામ દવેની પ્રસ્તુતિ
રોફેલ ટ્રસ્ટ અને વાપી શહેર ભાજપ દ્વારા જાહેર જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ
આ ‘નમોત્સવ’નું મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન શો રહેશે, જેમાં સેંકડો ડ્રોન દ્વારા આકાશમાં ‘નમો’, ‘વિકસિત ભારત’ અને ‘વાપી’ની મનમોહક આકૃતિઓ રચાશે.
આ સાથે કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. શ્રી સાંઈરામ દવે પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય, દેશભક્તિ અને રાષ્ટ્રજાગૃતિના રંગો ભરીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરશે.
આ ઉપરાંત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિના ગીતો, નૃત્ય-પ્રસ્તુતિઓ તથા વિકાસગાથાનું પ્રદર્શન પણ યોજાશે. કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે અને વાપીના વિકાસમાં સહભાગી બનેલ સૌ નાગરિકોનું સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમની વિગત:
તારીખ: ગુરુવાર, 30 એપ્રિલ 2026
સમય: સાંજે 6:00 કલાકે
સ્થળ: રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, નામદાર રોડ, વાપી
આ કાર્યક્રમમાં પ્રદેશ તથા જિલ્લા કક્ષાના આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેશે.
રોફેલ ટ્રસ્ટ અને વાપી શહેર ભાજપ દ્વારા વાપીની સુજ્ઞ જાહેર જનતાને આ ‘નમોત્સવ’ કાર્યક્રમમાં પરિવાર સાથે પધારી ડ્રોન શો, સાંઈરામ દવેની પ્રસ્તુતિ અને રંગારંગ કાર્યક્રમ નો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે. વાહન પાર્કિંગ તથા સુરક્ષા વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવવામાં આવી છે. સૌ નાગરિકોને સહકાર આપવા વિનંતી છે.








