Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

On: April 12, 2026 9:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગાંધીનગર (ગુજરાત), 07 એપ્રિલ: ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગાંધીનગર ખાતે બ્રાહ્મણ અડવોકેટ ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જે બ્રાહ્મણ વકીલોના હિત, એકતા અને પ્રગતિ માટે કાર્ય કરશે. આ અનોખી પહેલના સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્મા છે, જેમણે દૃઢ નેતૃત્વ અને દુરંદેશી વિચાર સાથે આ ક્લબને સાકાર બનાવી.
આ ભવ્ય કાર્યક્રમ બ્રહ્મ સમાજ ભવન, સેક્ટર-16, ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ વકીલો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર બ્રાહ્મણ અડવોકેટ ક્લબના શુભારંભ સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તાજેતરમાં ચૂંટાયેલા કિશોરભાઈ ત્રિવેદી, દીપેનભાઈ દવે, વંદનાબેન ભટ્ટ, પ્રીતિ જોશી અને અમૃતા ભારદ્વાજનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબના વિસ્તરણની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી.
આ પ્રસંગે તાજેતરમાં જજ તરીકે સિલેક્ટ થયેલા એડવોકેટ પવન વ્યાસ તેમજ ગાંધીનગરથી બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા શંકરસિંહ ગોહિલ અને કરણસિંહ વાઘેલાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.


કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના અધ્યક્ષ એડવોકેટ અશ્વિન ત્રિવેદી, અગ્રણી પિનાકીન રાવલ તથા મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિતેશભાઈ રાવલ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માના માર્ગદર્શન અને આગેવાની હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. તેમના સાથે પ્રિતેષ વ્યાસ, કેતન વ્યાસ, કૃષ્ણા રાવલ અને રવિન્દ્ર વ્યાસ સહિતની ટીમે ઉત્તમ આયોજન કરી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
આ ક્લબનું મુખ્ય વિઝન માત્ર સંગઠન પૂરતું મર્યાદિત નથી, પરંતુ બ્રાહ્મણ વકીલો તથા બ્રાહ્મણ સમાજના લોકો માટે કાયદાકીય સમસ્યાઓનો ઝડપી, સરળ અને સીધો ઉકેલ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પહેલ દ્વારા સમાજને ત્વરિત અને વિશ્વસનીય કાનૂની માર્ગદર્શન મળશે.

વિશેષ નોંધનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલમાં સૌ પ્રથમ વખત ત્રણ મહિલા બ્રાહ્મણ વકીલોએ વિજય મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે.
કાર્યક્રમનો આભાર વિધિ નિલેષ પંડ્યાએ કર્યો હતો. આ પ્રસંગે સિનિયર, જુનિયર તેમજ મહિલા બ્રાહ્મણ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ રીતે સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્મા ની આગેવાનીમાં શરૂ થયેલ બ્રાહ્મણ અડવોકેટ ક્લબ માત્ર એક સંસ્થા નહીં પરંતુ સમાજના કાનૂની સશક્તિકરણ માટેનું એક મજબૂત અને પ્રેરણાદાયક પ્લેટફોર્મ બની રહ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!