Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

On: April 7, 2026 10:50 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચૂંટણીમાં વિપક્ષ માટે મહત્વ નો મુદ્દો સાબિત થઇ શકે એ ફ્લાય ઓવર બ્રિજ નો મુદ્દો વિસરાયો 

મહા નગરા પાલિકાના 13 વોર્ડ માટે ચૂંટણી આવી રહી છે અને પ્રજા વચ્ચે વોટ મેળવવા માટે જવા ચૂંટણી ઢંઢેરો જોઈએ કોંગ્રેસે આ વખતે આરોગ્ય શિક્ષણ સફાઈ જેવા પ્રાથમિક મુદ્દાઓ લીધા છે પરંતુ વાપીમાં છેલ્લા ત્રણ વર્ષ થી વાપીનો જનતા માટે શિરદર્દ સમાન બનેલ બ્રિજ નો મુદ્દો સામેલ નથી કરાયો જે આશ્ચર્ય માં જનતા ને મૂકે છે કારણ કે બ્રિજ માટે ધરના, લીંબુ મરચા સુધી રેલી યોજી બાંધ્યા પરંતુ એજ મુદ્દો મેંની ફેસ્ટો માં કેમ અદ્રશ્ય થયો 

કોંગ્રેસના મેન્યુફેસ્ટોમાં કુલ 11 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે 

જેમાં પહેલા મુદ્દામાં જળ નિકાલની સુવિધા શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં આધુનિક સ્ટ્રોંમ વોટર લાઈન નાખીશું,

 બીજા મુદ્દામાં ટ્રાફિક મુક્ત વાપી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે માસ્ટર પ્લાન બનાવીશું ટેકનોલોજીની મદદથી ભવિષ્યલક્ષી નગર રચના કરી શહેરને ટ્રાફિકની સમસ્યા માંથી કાયમી મુક્તિ અપાવીશું, 

ત્રીજા મુદ્દામાં શુદ્ધ પીવાનું પાણી શહેરીજનોને સવાર અને સાંજ એમ બે વખત પૂરતા પ્રેશર સાથે પીવાનું શુદ્ધ પાણી આપીશું 

ચોથા મુદ્દામાં શિક્ષણમાં ક્રાંતિ દરેક વોર્ડમાં કોર્પોરેશનની શાળાઓનું આધુનિકીકરણ તેમને મોડેલ શાળા તરીકે વિકસાવશું, નાના વેપારીઓનું રક્ષણ લારી ગલ્લાવાળા પાથરણા વાળા અને ફેર્યાઓને કાયદેસરનું લાયસન્સ આપી તેમને આ વ્યાપારિક અધિકારોનું રક્ષણ કરીશું, 

માનવીય આ આવાસ નીતિ પહેલા રીહેબિટેશન પછી જ ડિમોલેશનની નીતિ અપનાવી કોઈપણ શહેરીજનને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર ઘરવિહોણા નહીં કરીએ 

સાતમા મુદ્દામાં કરવેરામાં રાહત પ્રોપર્ટી ટેક્સનું માળખું સરખું બનાવીશું અને બાકી રહેતા કર ઉપરનું વ્યાજ ઘટાડી સામાન્ય જનતાને આર્થિક રાહત આપીશું, 

આઠમાં મુદ્દામાં ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ ઉદ્યોગોના પ્રદૂષણિત પાણીના યોગ્ય નિકાલ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી નવી અને મજબૂત વ્યવસ્થા ઉભી કરીશું, 

પર્યાવરણ અને એક્યુઆરી સુધારણા શહેરનું પ્રદૂષણ સ્તર ઓછું કરવા અને હોવાની ગુણવત્તા એ ક્યુ આઈ સુધારવા માટે કડક અને જરૂરી પગલાં લઈશું, 

કુદરતી સંસાધનોનું જતન ઉદ્યોગોના ગેરકાયદેસર અને અનરીટેડ કેમિકલ યુક્ત પાણીને કેનાલ નદી કે તળાવમાં ઠાલવતા સખત રીતે રોકીશું, 

ઔદ્યોગિક સુરક્ષા અને કામદાર કલ્યાણ ઇન્ડસ્ટ્રી સેફ્ટી ફાયર સેફટી તેમજ કામદારોના આરોગ્ય અને તેમના બાળકોના પ્રાથમિક શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા વિશેષ આયોજન કરીશું 

આજે આ પત્રકાર પરિષદ દરમિયાન પ્રદેશથી આવેલા કોંગ્રેસના પ્રવક્તા તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માજી સાંસદ કિશન પટેલ તેમજ વાપી શહેર પ્રમુખ મહેશભાઈ શાહ અને કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારો આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા 

 નોંધનીય છે કે આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવક્તા સામે કેટલાક લોકોએ પ્રશ્ન પણ ઉઠાવ્યા હતા કે કેટલાક કોંગ્રેસી ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના સેન્સ પ્રક્રિયામાં પોતાની સેન્સ આપી છે જે અંગે પણ પ્રવક્તાએ જણાવ્યું કે એવી કોઈ પણ વાત સામે આવશે તો આવા કોંગ્રેસના ઉમેદવારોને માટે કાયમ કોંગ્રેસના ઓફિસના બારણા બંધ થઈ જશે 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!