વારંવાર ગ્રાહકોની રજૂઆત છતાં ડબલા જેવા મુકેલા મશીનો બંધ થઈ જતાં લોકો ને પાસબુક એન્ટ્રી માટે ધક્કા ખાવા પડી રહ્યા છે

વાપી નજીકમાં આવેલા કરાયા ગામે આવેલી state bank of india માં ગ્રાહકોને સવલત મળે તે હેતુથી પાસબુક એન્ટ્રી માટે વિશેષ ઓટોમેટીક મશીન મૂકવામાં આવ્યું છે પરંતુ આ મશીન છેલ્લા કેટલાક દિવસોથી ખોદકાય પડતા ગ્રાહકોની મુશ્કેલી વધી ગઈ છે ગ્રાહકો દ્વારા વારંવાર મેનેજર સહિત બેંકના સ્ટાફને રજૂઆત કરાય છે પરંતુ મશીન ને તમારા કામ કરવાનો કોઈ મેળો આવ્યો નથી છેલ્લા ચાર દિવસથી લોકો પાસબુકમાં એન્ટ્રી કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે
એટીએમ મશીન ની બાજુમાં મૂકવામાં આવેલું આ ઓટોમેટીક પાસબુક એન્ટ્રી પાડવાનું મશીન બંધ થઈ જતા લોકો બેંકની અંદર પાસબુકની એન્ટ્રી કરાવવા જાય છે ત્યારે કર્મચારીઓ ત્યાં પણ ઓનલાઇન એન્ટ્રી કરી આપતા ન હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે એટલે કે ગ્રાહકોએ પોતાના બેંક એકાઉન્ટમાં કેટલી રકમ છે અને કેટલા વ્યવહારો થયા તે જાણી શકાતું નથી જેના કારણે અનેક ગ્રાહકોની મુશ્કેલી વધી છે એટલું જ નહીં મોટાભાગે આ સ્ટેટ બેંકમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન ધરાવતા ગ્રાહકો છે જેમના માટે આજીવન નોકરી કર્યા બાદ આવતી પુંજી ની રકમ જાણવા માટે પણ પાસબુકમાં એન્ટ્રી કરાવી જરૂરી હોય છે ત્યારે ગ્રાહકોની રજૂઆત છતાં પણ ઓટોમેટીક મશીન બંધ હોવાને કારણે ગ્રાહકોની પરેશાની વધી ગઈ છે એક તરફ જ્યાં state bank of india ગ્રાહકોને વધુમાં વધુ સારી સવલત આપવા માટે જાણીતી છે તો બીજી તરફ ગ્રામીણ કક્ષાએ ખોદકાય પડેલા મશીનો જોવા સુદ્ધાં કે સમારકામ કરવા નું નામ લેતા ન હોય એવું જણાઈ આવે છે
હાલ તો છેલ્લા ચાર દિવસથી બંધ થયેલા આ મશીનમાં કનેક્ટિવિટી ન હોવાનું બહાનું બતાવીને ગ્રાહકોને પાસબુક માં એન્ટ્રી પાડી આપવામાં આવી નથી રહી જેના કારણે અનેક ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે ઉપરોક્ત બાબતે બેંકનું સંચાલન કરતા મેનેજર સાહેબ શ્રી અંગત રસ લઈ તાત્કાલિક એન્ટ્રી પાડવાનું મશીન નવું મુકાવે અથવા તો નિયમિત રીતે ચાલે તે પ્રમાણેનું મશીન શરૂ કરાવે એવી ગ્રાહકોમાં માંગ ઉઠી છે





