ધરમપુરતાલુકાના આવધા ગામનાં માજી સરપંચ નાં ધર્મ પત્નીનું બિલપુડી નજીક પીક અપ ટેમ્પો ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ હોસ્પિટલ પોહચી તે પેહલા જ દમ તોડ્યો
ધરમપુર તાલુકાના આવધા ગામનાં માજી સરપંચ રણજીત કુવંર ચીખલી ખાતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોય અને તેમને મળવા માટે તેમનાં પુત્ર પિયુષ રણજીત કુવંર તથા ધર્મ પત્ની સુમિત્રાબેન રણજીત કુવર ઉ 47 બન્ને જણા આવધા ગામેથી બાઇક નં જીજે વન 5 ઈ ડી 84 0 6 ની બાઈક ઉપર ચીખલી મળવાં માટે નીકળ્યા હતા તેજ અરસામાં બિલપુડી નજીક પીક અપ ટેમ્પો નં જી જે વન 5એકસ એકસ 6906 નો ચાલક સુનિલ અનિલ ભોયા એ પોતોનો ટેમ્પો પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતાં કોઈ પણ કારણ વગર બેરક મારતાં પાછળ આવી રહેલાં બાઇક ચાલકને અડફેટમાં લેતા બાઇક ચાલક પિયુષ કુવંર ને નાની મોટી માથાં નાં ભાગે ઇજા પહોચી હતી જયારે બાઇક પાછળ બેસેલા મહિલા સુમિત્રાબેન કુવંર નીચે પટકાતાં શરીર તથા માથાનાં ભાગે ગંભીર ઈજા પહોચતાં સુમિત્રાબેન કુવરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ માં ધરમપુર સ્ટેટ હોસ્પિટલ લઈ જતા હોસ્પિટલ પોહચી તે પેહલા જ દમ તોડ્યો હોસ્પિટલ ના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા જે અંગે ની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે મુકેશભાઈ રમણ સાપટા એ આપતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી