પોલીસેને પકડાયેલા જથ્થો ગૌમાંસ હોવાની આશંકા ને લઈ શંકાસ્પદ માસ નો જથ્થો ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે હાલ જાણવા જોગ દાખલ કરાઈ

ધરમપુર નજીકમાં આવેલા વાંસદા રોડ ઉપર રહેતા એક મુસ્લિમ પરિવાર ના ઘરે શંકાસ્પદ માસ વેચવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી જે સંદર્ભે પોલીસે રાત્રિ દરમ્યાન તેના ઘર માં પંચો સાથે રૂબરૂ રેડ કરી ને તપાસ કરતા ઘર ના ફ્રીઝ માં રાખેલ પ્લાસ્ટિક ની થેલી માં અલગ અલગ વજન માં પેક કરેલ ફ્રીઝ માં મુકેલ શંકાસ્પદ માસ જો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે આસપાસ ના લોકો એકત્ર થઇ ગયા હતા જોકે તે ખરેખર ગૌમાંસ છે કે કેમ તે અંગે તપાસ માટે પોલીસે ફોરેન્સિક ટીમ ને તપાસ અર્થે સેમ્પલ મોકલી આપ્યા છે
ધરમપુર આસુરા ગામ દેવી ફળિયા માં રહેતા વસીમ મિયા ગુલામ મિયા કાદરી શંકાસ્પદ માસ નો જથ્થો રાખી વેપાર ધંધો કરતો હોવાની ધરમપુર પોલીસ ને બાતમી મળતા પોલીસે એના ઘરે રેડ કરતા ઘરના ફ્રીઝ માં રાખેલ સફેદ કલર ની મોટી કોથળી મળી આવી હતી જેમાં નાની કોથળીઓ માં 11 નંગ માં કઠણ થઈ ગયેલ શંકાસ્પદ માસનો જથ્થો મળી આવ્યો હતો જે અંદાજિત 14.200 ગ્રામ જેટલો મળ્યો હતો જે પોલીસે કબજે લીધો હતો તેમજ હકીકત માં જે માસ મળી આવ્યું છે તે ક્યાં પ્રાણી નું માસ છે તે જાણવા માટે ફોરેન્સિક વધુ તપાસ અર્થે મોકલ્યું છે સ્થળ ઉપર થી પોલીસે મોટો છરો ,છરી,હેક્સો બ્લેડ,બે લોહી માં ડાઘા વાળા તગારા સહિત ની ચીજો મળી આવી છે
ઘટના અંગે સ્થાનિકો ને જાણકારી મળતા જ રાત્રિ દરમ્યાન આસુરા ગામ માં સરપંચ સહિત અનેક અગ્રણીઓ સ્થળ ઉપર પોહચી ગયા હતા હાલ તો પોલીસે જાણવા જોગ નોંધી શંકાસ્પદ માસનો જથ્થા ને તપાસ અર્થે ફોરનેસિક ટીમ ને મોકલ્યું છે જે રિપોર્ટ આવ્યા બાદ પોલીસ સમગ્ર બાબતે વધુ ગુનો દાખલ કરી શકે છે



