ધરમપુરના આસુરા માંથી ચિકન શોપ ની દુકાન માંથી મળેલ ગૌમાંસનો  જથ્થા મળ્યા બાદ ધરમપુર ની  દરેક ચિકન શોપ માં માસ ની તપાસ કરવામાં આવે એવી રજૂઆત કરાઈ 

0
355

તા. પં. અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા મામલતદાર અને પી આઇ ને લેખિત માં કરાઈ રજૂઆત

આજરોજ તા.04/12/2024 ના દિને ધરમપુર મામલતદાર  અને પી આઇ ને ધરમપુર ને ધરમપુર તાલુકા માં આવેલ દરેક ચિકનશોપ ની દુકાનો માં મળતું (ચીકન) માસ ની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી

હાલે ધરમપુર તાલુકાના આસુરા ગામેથી ચિકન શોપ ની દુકાનમાંથી  ગૌમાસ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે

 જે આશરે ૧૪ કિલો થી વધારે ગૌમાસ હોય તો મને એવું લાગે છે કે આ ચિકન શોપ માંથી અન્ય જગ્યાએ પણ  સપ્લાય કરવામાં આવતું હોઈ શકે કારણકે આખે આખી ગાય નું ગૌમાંસ એક જ જગ્યાએથી બધું જ વેચાઈ જવું શક્ય નથી ધરમપુરની અનેક એવી સોપ હશે જ્યાં આ વ્યક્તિ દ્વારા ગૌ માસ સપ્લાય કરવામાં આવતું હશે જેથી ધરમપુર તાલુકાની બજારમાં આવેલ તમામ ચિકન શોપ આજુબાજુ વિસ્તારમાં આવેલ ચિકન શોપ માં તપાસ કરવામાં આવે કારણ કે અમારા આદિવાસી વિસ્તારના લોકો ગાયનું દૂધ ભરી અને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે એવા અમારા આદિવાસી વિસ્તારમાં અનેક પરિવારો છે જેઓ ફક્ત ગાયના દૂધ પર પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે એટલે અમારા આદિવાસીઓ માટે ગાય એક માં સમાન છે જેથી ધરમપુર તાલુકાની દરેક દુકાનોની તપાસ કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં આદિવાસી સમાજ દ્વારા આવા કૃત્ય કરનાર ની દુકાનોમાં જનતા રેડ કરવામાં આવશે ની ફરિયાદ કરવામાં આવી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here