જિલ્લા વિકાસ અધિકારી એક નજર ઇધર ભી…

On: October 28, 2024 5:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર શિંગાર માળ મૂળગામ ફળિયામાં બનેલ નાળું ઉત્તમ કામગીરી તપાસવા લાયક છે..

સ્થળ તપાસ ની જરૂર

તાલુકા પંચાયત ના એસ .ઓ. બિલ પાસ કરવા પેહલા વિકાસ કાર્યો ની સ્થળ વિઝિટ કરે છે કે નહિ એ તો રામ જાણે પણ હાલ માં જ બની ને તૈયાર થયેલ શિંગાર માળ મુલગામ ફળિયા નું 1,49,034 ના અંદાજિત ખર્ચે બનેલ નાળું ગણતરી ના દિવસો થયા કોન્ટ્રાકટર દ્વારા કરેલી કામગીરી ઉત્તમ કામગીરી ગવાહી પૂરી રહ્યું છે તમામ કામ લોકોને ઉડી ને આંખે વળગે એમ છે 

ધરમપુર તાલુકામાં ગ્રામ પંચાયત ક્ષેત્ર માં અનેક એજન્સીઓ કામ કરે છે અને આ તમામ એજન્સી ઓ ના પાછળ કોઈ ને કોઈ રાજકીય આગેવાન કે સરપંચ સક્રિય હોય છે અંદાજિત રૂપિયા 5 લાખ સુધીના કામો તો તેઓ ની એજન્સીઓ જ કરતી હોય છે વળી વિકાસ ના કામો જેવા કે રોડ રસ્તા નાળા બ્રિજ જેવા કામો કર્યા બાદ તે એકજ વર્ષ માં જર્જરિત થઈ જાય છે કે તૂટી જાય છે કે વરસાદ માં ધોવાઈ જાય છે, વળી સરકારી નિયમ મુજબ કોઈ પણ કરવામાં આવેલી વિકાસ લક્ષી કામગીરી ની સ્થળ ચકાસણી અને ગુણવત્તા નું તપાસ તાલુકા પંચાયત એસ ઓ દ્વારા કરવાની હોય છે પરંતુ તેઓ સ્થળ તપાસ કરતા હોય છે કે નહિ એ તો રામ જાણે પરંતુ શિંગાર માળ ગામે મુલગામ ફળિયામાં 15માં નાણાં પંચ માં વર્ષ 22-23 માં તૈયાર થયેલ અંદાજિત 1,49,034 ખર્ચે બનેલ નાળું ની ગુણવત્તા જોવા જેવી છે અહી બનાવવા માં આવેલ નાળું ની ઉપર કોંક્રિટ પણ તૂટી રહ્યું છે . વિકાસ ની કામગીરી કેવી કરાઈ છે એ તો તસવીર જ બોલે છે ત્યારે લોકોના ટેક્સના નાણાં માંથી સરકાર વિકાસ લક્ષી ગ્રાન્ટ પૂરી પાડે છે પરંતુ તેના દ્વારા જે કામ થવું જોઈએ એ થવા પામ્યું નથી જે અંગે તપાસ કરવામાં આવે તેમજ ઉપરોક્ત નાણાં માં જો પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોય તો તાલુકા પંચાયત એસ ઓ દ્વારા સ્થળ વિઝિત કરી ગુણવત્તા ની ખરાઈ કરવામાં આવી કે કેમ તે અંગે પણ ડીડીઓ અને જિલ્લા કલેકટર તપાસ કરાવે તે જરૂરી છે .જે એજન્સી કોઈ કામ કરે છે અને જો એ કામ માં કોઈ ખોટ જણાય તો સતત ત્રણ વર્ષ સુધી તે વિકાસ લક્ષી કામ નું સમારકામ અને દેખરેખ રાખવાની જવાબદારી જેતે એજન્સી ની રહેતી હોય છે .જે અંગે કદાચ સ્થાનિક અને જાગૃત નાગરિકો ને જાણકારી નહિ હોય..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!