108 એમ્બ્યુલન્સ કાસ્તુનીયા ની મહિલા માટે બની દેવદૂત

0
431

મહિલાને પ્રસુતિ નો અસહ્ય દુખાવો થતા એમ્બ્યુલન્સ માં કરાવાઈ સફળ પ્રસૂતિ બાળક અને માતા બંને સુરક્ષિત 

108 ની ટીમને મળેલા કોલ ટાઈમ 23:39 મુજબ તા:કપરાડા કાસ્તુનીયા (કુંવરપાડા ફળીયા) ગામના એક મહિલા દર્દી બિસતાબેન રાહુલભાઈ ગેરઢાલી જેને પ્રસૂતિ નો દુખાવો ઉપડ્યો હતો ત્યારે તેમના સગા એ 108 ને કૉલ કર્યો હતો કૉલ મળતાં ની સાથે જ મોટાપોડા (લાકડમાંલ )108 ના EMT ભાવના બેન બારીયા અને પાઇલોટ જીજ્ઞેશ ગાયકવાડ ઘટના સ્થળે પહોંચી મહિલાને એમ્બ્યુલન્સ માં લઈ સરકારી હોસ્પિટલ નાનાપોંઢા જવા રવાના થયા હતા.દર્દીને ચેક કરતા દર્દી ને પગ માં સોજો વધારે હતો.અને તીજી ડિલિવરી હતી .દર્દી જોખમી હતી.દર્દી ને  ત્યાં થી લઇ આગળ જતા અડધે રસ્તે જીરવલગામ  પ્રેગ્નન્સી નો અસહ્ય દુઃખાવો ઉપડયો હોવાથી  ત્યાં જ 108 ની ટીમ EMT ભાવના બારીયા એ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી.  બાળક નું વજન  વધારે હોવાથી ડિલિવરી માં થોડી તકલીફ પડી હતી પરતું સફળતા પુર્વક ડિલિવરી કરાવી હતી.ડિલિવરી થયા પછી  તરત જ Emt ભાવના બારીયા એ 108 ની હેડ ઓફિસ માં ડોક્ટર  હર્ષ સર સાથે કોન્ફરન્સ કરી તેમના માર્ગદ્શન હેઠળ દર્દી ને જરૂરી ઇન્જેક્શન ઓક્સીટોસિન અને અન્ય સારવાર આપી   દર્દી (માતા અને બાળક) ને સહી સલામત સરકારી હોસ્પિટલ નાનાપોંઢા ખાતે ખસેડવામાં આવ્યા હતા આમ દર્દી ના પરિવારે 108 ના સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here